કાશ્મીર આર્ટિકલ 370થી મુક્ત થશે તે કોઈએ વિચાર્યુ નહોતુઃ મોદી

Spread the love

ઘણા દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં બેરોજગારી વધી રહી છે, વિકટ પરિસ્થિતિમાં પણ આપણો દેશ સતત આગળ વધી રહ્યો હોવાનો વડાપ્રધાનનો દાવો

કેવડિયા
રાષ્ટ્રીય એકતા દિવસ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આપણું આ એકતા નગર પણ સંકલ્પ દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે એકતા નગર ગ્લોબલ ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. આ તે શહેર છે જ્યાંથી વિશ્વભરના દેશોનું ધ્યાન ખેંચનાર મિશન લાઈફની શરૂઆત થઈ હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે આજે વિશ્વમાં ઉથલપાથલ મચી ગઇ છે. કોરોના બાદ ઘણા દેશોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. ઘણા દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં બેરોજગારી વધી રહી છે. વિકટ પરિસ્થિતિમાં પણ આપણો દેશ સતત આગળ વધી રહ્યો છે. દેશમાં ગરીબી ઘટી રહી છે. દેશમાંથી ગરીબી ખતમ કરવાનો અમને વિશ્વાસ છે. દેશવાસીઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તહેવારોની ભીડમાં જતા પહેલા લોકો ડરતા હતા. દેશના વિકાસને રોકવાના ષડયંત્ર થતા હતા. તૃષ્ટીકરણની રાજનીતિથી દેશને નુકસાન થયું છે. તૃષ્ટીકરણ કરનારે આતંકવાદની ભયાનકતા નથી દેખાતી. આવી વિચારસરણીથી જનતા અને દેશને નુકસાન થાય છે.
વડાપ્રધાને ગુજરાતના કેવડિયામાં પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો. આ પરેડમાં બીએસએફ અને વિવિધ રાજ્યની પોલીસની માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો અને તેમનું શાનદાર પરફોર્મ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતની શક્તિથી દુનિયા અભિભૂત થઇ છે. આપણી સરહદ સુરક્ષિત છે તેનું ગૌરવ છે.સૌના પ્રયાસથી અસંભવ કઈપણ ન હોય. કાશ્મીર આર્ટિકલ 370થી મુક્ત થશે તે કોઈએ વિચાર્યુ નહોતુ. સરદાર સાહેબ જ્યાં પણ હશે આપણને આશીર્વાદ આપતા હશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરના લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. કેવડીયા આટલુ બદલાઈ જશે તે કોઈએ વિચાર્યુ નહોતુ. લાખો લોકો એકતા માટે દોડી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં અહીં દોઢ લાખ વૃક્ષોનું વાવેતર થયુ છે. આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મ આપ્યું હતું. યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી હતી. તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું. ગુજરાતના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સીઆરપીએફની મહિલા બાઈકર્સે અદભૂત પ્રદર્શન કર્યું હતું.
સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષામાં સહયોગ આપવાનો સંકલ્પ લીધો હતો.
દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી પુષ્પાંજલિ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. આજે તેઓ ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ત્યાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ આ દિવસે 1875માં ગુજરાતમાં થયો હતો.
વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાશે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ હતો. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતિ હતી. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરી. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાયા.
પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપી. આ ટ્રેન 31 ઓક્ટોબર સવારે 7 વાગ્યે એકતાનગર રેલવે સ્ટેશન આવી પહોંચશે. પીએમના હસ્તે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કમલમ પાર્કનું લોકાર્પણ થયું. ખાસ નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફૂટ કે જે કમલમ તરીકે જાણીતુ છે તેની નર્સરી બનાવવામાં આવી છે.
પીએમ મોદી 81 કરોડના ખર્ચે નિર્માણ થનારા સહકાર ભવનનું લોકાર્પણ કર્યું. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લિમિટેડના આ સહકાર ભવનનું નિર્માણ ખાસ ટીમે કર્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ બનશે. પીએમના હસ્તે ગ્રીન ઈનિશિયેટીવ હેઠળ પાંચ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું.
અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મહેસાણામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના ખેરાલુમાં ચંદ્રયાન-3 અને G-20ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વનો કોઈ દેશ અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારમાં પોતાનું યાન ન ઉતારી શક્યો ત્યાં ભારત સફળતા પૂર્વક પહોંચ્યું છે. વિશ્વના લોકો અને નેતાઓ ભારતની સફળતાથી ચોંકી ઉઠ્યા છે.

Total Visiters :133 Total: 1384469

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *