લિકર કૌભાંડ મામલે ઈડીના આપના ધારાસભ્યના ઘરે દરોડા

Spread the love

ધારાસભ્ય કુલવંત સિંહના પંજાબના મોહાલીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ

નવી દિલ્હી

દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી મોહાલીમાં ચાલી રહી છે. 

દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય કુલવંત સિંહના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ આ કાર્યવાહી પંજાબના મોહાલીમાં ચાલી રહી છે. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ  સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને ઈડીએ મુખ્યમંત્રીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ સીબીઆઈએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.

આ બાદ આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે આપને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને આપને ખતમ કરવા માંગે છે.

2021ની 22મી માર્ચે મનીષ સિસોદિયા એ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર-2021ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે 28 જુલાઈ 2022માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી….

Total Visiters :160 Total: 1344308

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *