શુભે પંજાબના નક્શા પર તેમની હત્યાની તસવીર અને તારીખની સાથે હુડી પહેરીને લંડનમાં ઈન્દિરા ગાંધીના હત્યારાના વખાણ કર્યા
મુંબઈ
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈકને કોઈક કારણસર ચર્ચામાં આવી જ જાય છે. હંમેશા પોતાના બેબાક જવાબ માટે જાણીતી કંગનાએ હવે સિંગર શુભની ટીકા કરી છે. કંગના રનૌતે કથિત રીતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારાઓના વખાણ કરનારા સિંગર શુભની ટીકા કરી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંગર શુભે પંજાબના નક્શા પર તેમની હત્યાની તસવીર અને તારીખની સાથે હુડી પહેરીને લંડનમાં ઈન્દિરા ગાંધીના હત્યારાના વખાણ કર્યા. હવે કંગનાએ શુભની હરકતોની ટીકા કરી અને તેને શરમજનક કૃત્ય ગણાવ્યુ છે. કંગનાએ પોતાના એક્સ પર આ વીડિયોને રિટ્વીટ કર્યો અને લખ્યુ કે તે લોકો દ્વારા એક વૃદ્ધ મહિલાની હત્યાનો જશ્ન મનાવાયો, જેમને તેમણે પોતાના રક્ષક ગણાવ્યા હતા.
જ્યારે તમારી ઉપર સુરક્ષાનો વિશ્વાસ કરવામાં આવે છે પરંતુ તમે વિશ્વાસનો ફાયદો ઉઠાવો છો અને તે જ હથિયારોનો ઉપયોગ કરીને તે લોકોને મારી નાખો છો જેમની રક્ષા કરવાની હતી તો આ બહાદુરીનું નહીં પરંતુ કાયરતાનું શરમજનક કૃત્ય છે. એક નિઃશસ્ત્ર અને અજાણી વૃદ્ધ મહિલા પર આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલા પર શરમ આવવી જોઈએ. એક મહિલા જે લોકતંત્રના પસંદ કરવામાં આવેલા મહિલા હતા. આ વખાણ કરવા માટે નથી. શુભમ જી, શરમ કરો!!!
ઉલ્લેખનીય છે કે અત્યારે અભિનેત્રી પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને પણ ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટ્રેસની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફિલ્મમાં કંગના ન માત્ર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે પરંતુ તેનું નિર્દેશન પણ કરી રહી છે. સિંગર શુભ ઘણીવખત પોતાના વિવાદાસ્પદ કૃત્યો માટે ભારતમાં ચર્ચામાં રહે છે.