પ્રેશરમાં ખેલાડી હનુમાન બની જાય છે, પોતાની તાકાત ભૂલી જાય છેઃ ધોની

Spread the love

શરૂઆતથી જ લોકો મને એક મહાન ક્રિકેટર તરીકે નહિ પણ એક સારા માણસ તરીકે યાદ કરે તેવું હું ઈચ્છું છું

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે પોતાના અંગત જીવનની ઘણી રસપ્રદ વાતોનો ઉલ્લેખ કર્યો છે અને કેટલીક ભાવનાત્મક બાબતો વિશે પણ વાત કરી છે. જેમાં તેમને કહ્યું કે ભારતીયો ઈમોશનલ છે. આપણા દેશમાં ભાવનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે ક્યારેય કોઈ ખેલાડીની ભાવનાઓ સાથે રમ્યો નથી. જ્યારે તમારો બધાનો એક જ ઉદ્દેશ્ય છે, તો પછી જો તમે 30-40 લોકોની વચ્ચે કોઈ વ્યક્તિને તેની ખામીઓ વિશે જણાવશો, તો તેને ખરાબ લાગશે અને સારી વાત પણ સાંભળશે નહીં. ઘણી વખત પ્રેશર સમયે ખેલાડી હનુમાન જેવો બની જાય છે અને પોતાની તાકાત ભૂલી જાય છે, પછી તેણે પોતાની તાકાત યાદ કરાવવી પડે છે.

ધોની કહ્યું કે હું કૂલ રહું છું, પણ હકીકત એ છે કે હું મારી જાતને એકપ્રેસ નથી કરી શકતો. ટીમને મારી કેટલી જરૂર છે તે મુજબ હું કામ કરવા માંગુ છું. તેમને કહ્યું કે શરૂઆતથી જ લોકો મને એક મહાન ક્રિકેટર તરીકે નહિ પણ એક સારા માણસ તરીકે યાદ કરે તેવું હું ઈચ્છું છું. જે આજીવન ચાલતી પ્રક્રિયા છે. મેં હંમેશા એક સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કર્યો છે અને કરતો રહીશ. 

મહેન્દ્ર સિંહે કહ્યું કે તે ટેક સેવી નથી, પરંતુ એવું નથી કે તેની પાસે ફોન નથી. પરંતુ તેઓ તેમના ફોનમાં વ્યસ્ત રહેતા નથી. ધોનીએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતો નથી કારણ કે આખરે હું એક માણસ છું અને લોકોના ટીકાત્મક શબ્દો મને અસર કરે છે. હું જાણું છું કે કેટલાક લોકો મારા જેવા છે અને કેટલાક નથી, પરંતુ અર્થહીન ટિપ્પણીઓ ક્યારેક મારા પરફોર્મન્સને અસર કરે છે તેથી હું ફોનથી દૂર રહું છું.

ધોનીએ કહ્યું કે જ્યારે હું કેપ્ટન બન્યો ત્યારે મેં પ્રયાસ કર્યો કે ટીમના સભ્યો મારા પર વિશ્વાસ કરે અને તેમની સન્માન મને મળે. ટીમમાં મારી સાથે સિનીયર પણ હતા. મેં 2004માં ડેબ્યૂ કર્યું હતું અને 2007માં કેપ્ટન બન્યો હતો, તેથી મેં ક્યારેય કોઈ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો નથી. જ્યારે તેઓ કેપ્ટન બન્યા ત્યારે તેને આ વાત પર વિશ્વાસ નહોતો, કારણ કે તે ઝારખંડથી આવે છે અને તેને નેશનલ રમવાની પણ આશા નહોતી, તેથી કેપ્ટન બનવું તેના માટે સરપ્રાઈઝ જેવું હતું. પરંતુ તેણે પોતાના વર્તનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને ડ્રેસિંગ રૂમમાં તે જ રીતે રહ્યા જે રીતે તે એક ખેલાડી તરીકે રહેતા. 

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા કહ્યું કે જો કોઈ એવું વિચારે છે કે તેની પત્ની કે ગર્લફ્રેન્ડ અલગ છે તો તે વાત ખોટી છે. બધાની સરખી જ હોય છે. પત્નીને કોઈ ફરક નથી પડતો કે તમે ટીમના કેપ્ટન છો કે પૂર્વ કેપ્ટન. તે તમને તેની ઈચ્છા મુજબ ઘરમાં જગ્યા આપે છે. તે ઘરમાં હંગામો કરે છે અને હંગામોને કેવી રીતે કંટ્રોલ કરવો તે પણ બતાવે છે. ધોનીએ કહ્યું કે આ મજાક છે, હકીકતમાં પત્ની હોય કે મા, તે જ આપણું ઘર ચલાવે છે. પુરા પરિવારનું ધ્યાન રાખે છે. તેમને કહ્યું કે, હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું અને મેં જોયું છે કે પિતા કેવી રીતે પગાર લાવતા અને માને આપતા, ત્યારબાદ ઘર ચલાવવાની જવાબદારી માની હતી. મા ઘરના બજેટને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થા કરી દેતી.

Total Visiters :171 Total: 1344315

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *