આઈફોન હેકિંગના સંદર્ભે કેન્દ્રની એપલ કંપનીને નોટિસ

Spread the love

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે હવે આ મામલે તપાસ શરૂ કરી

નવી દિલ્હી

વિપક્ષના સાંસદો દ્વારા તેમના આઈફોન હેક કરવાના પ્રયાસ થયાનો આરોપ મૂક્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી એપલ કંપનીને નોટિસ ફટકારાઈ હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન) હવે આ મામલે તપાસ શરૂ કરી રહી છે. સીઈઆરટી-ઈન ભારતમાં હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર સુરક્ષાના ખતરાની જવાબદારી સંભાળતી કેન્દ્રીય સંસ્થાન છે અને તેણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. 

આ મામલે સીઈઆરટી-ઈન દ્વારા એક વિશેષ ટીમ બનાવાઈ છે જે આ મામલે તપાસ કરશે. અહેવાલ અનુસાર સીઈઆરટી-ઈન એ 27 ઓક્ટોબરે કંપનીના યૂઝર્સને આઈફોન પ્લેટફોર્મની અનેક નબળાઈઓ વિશે પણ ચેતવણી આપી હતી. સીઈઆરટી-ઈનએ કહ્યું હતું કે એપલના આઈક્યુએસ 15.8, 16.7.2 અને 17.1 ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેરમાં અમુક ખામીઓને કારણે હેકર એક્સેસ કરી પર્સનલ ડિટેલ મેળવી શકે તેમ હતા. મેકબુક અને એપલ વોચના અમુક ઓએસ એડિશનમાં પણ નબળાઈઓ અંગે એલર્ટ મોકલાયું હતું. 

પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપોનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ તેમના આઈફોન (આઈફોન) ને હેક કરવાના પ્રયાસો થયાનો આરોપ મૂક્યો હતો જેના પછી અનેક સાંસદોએ આ પ્રકારના દાવા કર્યા હતા. તેમાં ખાસ નામ કોંગ્રેસ સાંસદ શશી થરુરનો હતો જેમની સામે મહુઆ મોઈત્રાની તસવીર પણ વાયરલ થઇ હતી. 

મહુઆ મોઈત્રાની સાથે સાથે સાથે પ્રિયંકા ચતુર્વેદી, રાઘવ ચડ્ઢા, શશી થરુર, પવન ખેડા અને સીતારામ યેચુરી સહિત અનેક વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે તેમને એપલ તરફથી એક એલર્ટ મોકલાયું છે જેમાં તેમના આઈફોનમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગનું એલર્ટ મોકલાયું હતું. જેમાં મહુઆ અને શશી થરુરે તેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.  આઈફોન નિર્માતા એપલે કહ્યું હતું કે વિપક્ષી દળોના અમુક સાંસદોને મોકલાયેલા મેસેજને કોઈ વિશેષ સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગના પ્રયાસોથી લેવા દેવા નથી. આ પ્રકારની ચેતવણી મળવાનું કારણ શું છે એ પણ અમે ન જણાવી શકીએ. આવા હુમલાને પકડી પાડવા કે તેની તપાસ કરવી ખતરાના ઈન્ટેલિજન્સ સંકેતો પણ નિર્ભર કરે છે જે અનેકવાર અધૂરાં હોય છે. એવું પણ સંભવ છે કે એપલના ખતરા સંબંધિત નોટિફિકેશન ખોટી હોઈ શકે છે અથવા અમુક હુમલાની તો ખબર જ પડતી નથી. 

Total Visiters :185 Total: 1051373

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *