ઈઝરાયેલથી જોર્ડને રાજદૂતને પાછા બોલાવી લીધા

Spread the love

જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ

અમ્માન

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં નાગરિકોના મોતના વિરોધમાં જોર્ડને પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઇઝરાયેલથી તેમના રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું છે. એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ.

તેમણે ઈઝરાયલ પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઇઝરાયેલ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે અને ભયાવહ માનવતાવાદી વિનાશનું કારણ બની રહ્યું છે. જોર્ડને ઇઝરાયલના વિદેશ મંત્રાલયને તેના રાજદૂત રોજેલ રાચમેન (જેમને જોર્ડનમાં સુરક્ષાના જોખમોને કારણે અસ્થાયી ધોરણે ઇઝરાયેલ પરત બોલાવવામાં આવ્યા હતા)ને અમ્માન પરત ન આવવા માટે પણ જણાવ્યું હતું.

જોર્ડનના વિદેશમંત્રીના નિવેદન અનુસાર રાજદૂતોની વાપસી ઇઝરાયેલ ગાઝા પરના તેના યુદ્ધને અટકાવવા અને તે જે માનવતાવાદી વિનાશનું કારણ બની રહી છે તેવા તમામ પગલાંને રોકવા સંબંધિત હશે. જેમાં પેલેસ્ટિનિયનોને તેમના ખોરાક, પાણી, દવા અને સલામત રહેવાના અન્ય અધિકારોથી વંચિત કરી દેવાયા છે.

તમને જણાવી દઈએ કે જોર્ડન પહેલા કોલંબિયા અને ચિલીએ પણ ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા. બોલિવિયાએ મંગળવારે રાત્રે ઇઝરાયેલ સાથે તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી.

Total Visiters :140 Total: 1343932

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *