રાજ્યપાલને સમન્સ પાઠવનારા એસડીએમ અને ડીએમના પેશકાર નિલંબિત

Spread the love

તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો

લખનૌ  

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સીનીયર ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્યપાલને સમન્સ મોકલી તેઓની સમક્ષ હાજર થવાં ‘હુકમ’ કર્યો હતો. આ સમન્સ મળતાં રાજભવનમાં ધમાલ મચી ગઈ. પરંતુ તે સમન્સનો તુર્ત જ જવાબ પાઠવતાં ‘સ્પેશ્યલ-સેક્રેટરી-ટુ-ધ-ગવર્નર’ દ્વારા ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ની ઓફીસને જણાવ્યું કે, રાજ્યપાલને સંવિધાનના અનુચ્છેદ (કલમ) ૩૬૧ નીચે કેટલીક ‘મુક્તિઓ’ (ઇમ્યુનિટીઝ) આપવામાં આવે છે. તે પ્રમાણે તમારા તરફથી મોકલાયેલો હુકમ તેઓને બંધનકર્તા નથી.

આ ઘટનાની માહિતી મળતાં સરકારે તુર્ત જ પગલાં લઈ એસડીએમ અને ડીએમના ‘પેશકાર’ બંનેને તુર્તજ નિલંબિત કર્યા હતા.

આ ઘટનાની વિગતો તેવી છે કે, બદાઊંની સદર તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો. જે રાજ્યપાલનાં મંત્રાલયે સ્વીકાર્યો ન હતો. આ સાથે સંવિધાનના અનુચ્છેદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સંવૈધાનિક પદ ધરાવતી વ્યક્તિઓને કેટલીક ‘મુક્તિઓ’ મળે છે. તેથી તેમની ઉપર આ પ્રકારનો સમન્સ મોકલી જ ન શકાય.

આ સાથે રાજ્યપાલના સ્પેશ્યલ સેક્રેટરીએ, ડીસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ને તત્કાળ પગલાં લેવા જણાવ્યું હતું. પરિણામે કલેકટરે ‘પેશકર’ (બેષિફ)ને તો તુર્ત જ નિલંબિત કરી દીધો હતો. જ્યારે સરકારે એલ.ડી.એમ.ને નિલંબિત કરતો હુકમ પાઠવી દીધો હતો.

પ્રશ્ન તે છે કે, આટલા ઊચ્ચપદે પહોંચેલા સિવિલ સર્વિસ અધિકારીઓ, સામાન્યત: આઇ.એ.એલ.ની ઉપાધી પ્રાપ્ત કરેલા હોય છે. તો તેઓને સંવિધાનના આવા મૂળભૂત-નિયમોનું પણ જ્ઞાન નહીં હોય ? જો આમ જ હોય તો દેશનું નાગરિક વહીવટીતંત્ર ટીકાપાત્ર બને તે સહજ છે.

Total Visiters :130 Total: 1051666

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *