વેગનર ગ્રુપ દ્વારા હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી

Spread the love

ઈઝરાયલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે


મોસ્કો
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાયલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે ઈઝરાયલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે.
માહિતી અનુસાર રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રૂપ હાલના સમયે હિઝબુલ્લાઆતંકી સંગઠનને તેની એસએ-22 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી લેસ કરવાની તૈયારીમાં છે. હિઝબુલ્લાહ તેનો ઉપયોગ હવાઈ હુમલાને રોકવા માટે કરી શકે છે. જોકે હજુ સુધી મિસાઈલ સિસ્ટમની ડિલીવરી કરાઈ નથી.
એવી આશંકા છે કે જો હિઝબુલ્લાહ પાસે જો આ મિસાઈલ સિસ્ટમર આવી જશે તો તે ગાઝામાં હાજર હમાસના આતંકીઓને પણ આ સિસ્ટમ આપી દેશે. આટલું જ નહીં જો હિઝબુલ્લાહ આ સિસ્ટમને એક્ટિવ કરશે તો તે ઈઝરાયલના એફ-16 અને એફ-35 ફાઇટર જેટ્સને પણ નિશાન બનાવી શકશે.
આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયલની બેલેસ્ટિક મિસાઈલ અને હાયપરસોનિક મિસાઈલોને સરળતાથી નિશાન બનાવી શકે છે. રશિયાએ દાવો કર્યો હતો કે એસએ-22 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અમેરિકાની પેટ્રિયલ મિસાઈલ સિસ્ટમ જેવી જ છે. તેને પંતશિર નામે પણ ઓળખાય છે. જ્યારે એસએ-22 ગ્રેહાઉન્ડ તેનું નાટો રિપોર્ટિંગ નામ છે. તે એક સેલ્ફ પ્રોપેલ્ડ, મીડિયમ રેન્જની જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલ સિસ્ટમ છે.

Total Visiters :86 Total: 986994

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *