કોચ્ચિમાં ભારતીય નેવીના ચેતક હેલિકોપ્ટરને દુર્ઘટના, અધિકારીનું મોત

Spread the love

નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પરની ઘટના, હેલિકોપ્ટરમાં બે જણા સવાર હતા

થિરૂવનંતપુરમ

કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. 

માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી. ટ્રેનિંગ માટે ઉડાન ભરતી વખતે આ હેલિકોપ્ટરમાં એક અધિકારી સહિત બે લોકો સવાર હતા. દુર્ઘટના આશરે અઢી વાગ્યે સર્જાઈ હતી. હેલિકોપ્ટરના પાઈલટને પણ ઈજાઓ થઇ હતી. જોકે સાથમાં બેસેલા અધિકારીનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. કેરળ પોલીસ અને સૈન્યની એજન્સીઓ તપાસ શરૂ કરી દીધી છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. 

Total Visiters :102 Total: 1051709

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *