રચિન રવીન્દ્રની વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી

Spread the love

રચિનના નામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રણ સદી, વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન


નવી દિલ્હી

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવીન્દ્રે સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ માટે તે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રચિનના નામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રણ સદી થઇ ગઈ છે. તેણે 88 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી.

રચિન રવીન્દ્રે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. પાકિસ્તાન સામે સદી ફટકારતાની સાથે જ તે વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. રચિને 23 વર્ષની વયે આ સિદ્ધિ મેળવી છે. આ મામલે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિનના નામે 23 વર્ષની ઉંમરે 2 સદી હતી. આ ઉપરાંત ડેબ્યૂ વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે.

પાકિસ્તાન સામે આજે રચિન રવીન્દ્રને ઓપનિંગ કરવાની તક મળી હતી. તે વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમી લીસ્ટમાં બીજા નંબરે છે. ક્વિન્ટન ડી કોક પછી રચિન રવીન્દ્રે આ ટુર્નામેન્ટમાં 500 રનનો આંકડો પાર કર્યો છે.

Total Visiters :99 Total: 987188

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *