વર્લ્ડ કપમાં પાક. તરફથી સૌથી વધુ 90 રન આપનાર આફ્રિદી પ્રથમ બોલર

Spread the love

હરિસ રઉફના નામે પણ એક શરમજનક રેકોર્ડ, વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો

નવી દિલ્હી

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 34મી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બાબર આઝમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકટે ગુમાવીને 401 રન બનાવી દીધા હતા. વનડેમાં ન્યુઝીલેન્ડનો પાકિસ્તાન સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે જ્યાં ઘણાં મોટા રેકોર્ડ બનાવ્યા તો બીજી તરફ પાકિસ્તાનના નામે ઘણાં અનિચ્છનીય રેકોર્ડ નોંધાયા છે.

ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જયારે ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને 95 રનની ઇનિગ રમી હતી. રચિને વન-ડે વર્લ્ડ કપ 2023માં તેની ત્રીજી સદી ફટકારી હતી. આ સાથે તે ન્યુઝીલેન્ડ માટે આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જયારે કેન વિલિયમ્સન વન-ડે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વન-ડે વર્લ્ડ કપમાં 1084 રન બનાવ્યા છે.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન આફ્રિદીએ આ મેચમાં 10 ઓવરમાં 90 રન આપ્યા હતા. તે વન-ડે વર્લ્ડ કપની એક મેચમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર હરિસ રઉફના નામે પણ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રઉફે 10 ઓવરમાં 85 રન આપ્યા અને હવે તે વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો છે. તેણે ઝિમ્બાબ્વેના તિનશે પન્યાંગારા દ્વારા બનાવેલા શરમજનક રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. તિનશે વન-ડે વર્લ્ડ કપ 2015માં કુલ 15 છગ્ગા ખાધા હતા, પરંતુ હરિસ રઉફે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 16 ખાયા છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાન સામે કુલ 46 ચોગ્ગા ફટકાર્યા હતા અને હવે ન્યુઝીલેન્ડની ટીમ વન-ડે વર્લ્ડ કપની મેચમાં કોઈપણ ટીમ સામે સૌથી વધુ ચોગ્ગા મારનારી ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ ટીમે વન-ડે વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં આટલા ચોગ્ગા ફટકાર્યા ન હતા.

વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર

16 – હરિસ રઉફ (2023)

15 – તિનશે પન્યાંગારા (2015)

14 – રાશિદ ખાન (2019)

14 – યુઝવેન્દ્ર ચહલ (2019)

13 – જેસન હોલ્ડર (2015)

વન-ડે વર્લ્ડ કપની એક ઇનિંગમાં પાકિસ્તાની બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન

0/90 – શાહીન આફ્રિદી વિ. ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

1/85 – હરિસ રઉફ વિ. ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

1/84 – હસન અલી વિ. ભારત, માન્ચેસ્ટર, 2019

3/83 – હરિસ રઉફ વિ. ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2023

વનડેમાં પાકિસ્તાન સામે સર્વોચ્ચ ટીમ સ્કોર

444/3 – ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2016

401/6 – ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

392/6 – સાઉથ આફ્રિકા, સેન્ચુરિયન, 2007

373/3 – ઈંગ્લેન્ડ, સાઉથેમ્પ્ટન, 2019

Total Visiters :144 Total: 1041480

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *