સૈન્યના રોકેટ ફોર્સને મજબૂત કરવા મધ્યમ રેન્જના બેલેસ્ટિક મિસાઈલ્સ તૈનાત કરવાની તૈયારી

Spread the love

ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે

નવી દિલ્હી

ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા ભારતીય સૈન્યની રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવા પર કામ શરૂ થઈ ગયું છે. તેના માટે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.

સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે પ્રલય બેલેસ્ટિક મિસાઈલ ખરીદવાના પ્રસ્તાવને પહેલા જ મંજૂરી આપી દીધી છે અને હવે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને સામેલ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર સૈન્યને પરંપરાગત ભૂમિકામાં ઉપયોગ માટે બેલેસ્ટિક મિસાઇલોના હાલના કાફલામાંથી કોઈ અન્યનીપસંદ કરવાનો મોકો મળી શકે છે. સેના તેની મિડિયમ રેન્જ ફાયરપાવરને મજબૂત કરવા માટે રોકેટ ફોર્સ બનાવી રહી છે. પાકિસ્તાન અને ચીન બંને પાસે આ ક્ષમતા છે

હવે પ્રલય મિસાઇલોનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવશે અને ભવિષ્યમાં ઓપરેશનલ સેવા માટે તૈયાર કરવાની અપેક્ષા છે. રોકેટ ફોર્સ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રોકેટ ફોર્સ વિકસાવવાના આર્મીના પ્રયાસોને વેગ આપશે. દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતે પણ તેની તરફેણ કરી હતી. તાજેતરમાં નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે દિવંગત જનરલ બિપિન રાવત સરહદ પર દુશ્મનોનો સામનો કરવા માટે રોકેટ ફોર્સ બનાવવાનું કામ કરી રહ્યા હતા. 

Total Visiters :113 Total: 1344032

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *