અફઘાનિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વાલિફાઈ

Spread the love

બાંગ્લાદેશ સામે શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ

નવી દિલ્હી

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થશે. અફઘાનિસ્તાનની ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા સામે જીતવું તેના માટે અઘરું રહેશે. અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધું છે. તે પ્રથમ વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વાલિફાઈ થયું છે. અફઘાનિસ્તાન વર્ષ 2025માં રમાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ બનશે.

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ2023માં રમાયેલી તેની 7 મેચમાંથી 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ2023માં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવ્યું છે.

Total Visiters :146 Total: 1051621

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *