આઈસીસીએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે બુમરાહને નોમિનેટ કર્યો

Spread the love

ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું


દુબઈ
ભારતીય ક્રિકેટ ટીમનું વન-ડે વર્લ્ડ કપ 2023માં વર્ચસ્વ જોવા મળ્યું છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 8 મેચ જીતી છે અને તે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. આ સાથે જ ભારત સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ગયું છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને આઈસીસીએ એક સારા સમાચાર આપ્યા છે. ભારતીય ટીમના એક ખેલાડીને વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના સારા પ્રદર્શન માટે ઇનામ આપવામાં આવશે.
આઈસીસીએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓના નામ નોમિનેટ કર્યા છે. ભારતીય ટીમ માટે વન-ડે વર્લ્ડ કપ 2023માં ઘાતક બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને પણ આ લીસ્ટમાંમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ ઉપરાંત ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે વન-ડે વર્લ્ડ કપ 2023માં 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત માટે વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. તેણે 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ મામલે મોહમ્મદ શમી પહેલા નંબરે છે. શમીએ 4 મેચમાં 15 વિકેટ ઝડપી છે. શમીએ 2 વખત 5 વિકેટ જયારે એક વખત 4 વિકેટ ઝડપી છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લીસ્ટમાં શમી ચોથા જયારે બુમરાહ છટ્ઠા સ્થાને છે.

Total Visiters :162 Total: 1011860

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *