પેલેસ્ટાઈન સમર્થકોનો તુર્કીમાં અમેરિકી જવાનોની છાવણી પર હુમલો

Spread the love

લંડનમાં 30 હજારથી વધુ લોકોના ધરણાં, ફ્રાંસ, અમેરિકા, જર્મની, ઇટાલીમાં સ્ટોપ વોરના પોસ્ટરો સાથે રેલીઓ યોજાઇ 

વોશિંગ્ટન  

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં અને શાંતિ માટે લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ઇઝરાયેલને સમર્થનના વિરોધમાં અમેરિકામાં અને બહાર પણ પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન અંકારા પહોંચ્યા તે પહેલા પેલેસ્ટાઇનના સમર્થકોએ રેલી કરીને અમેરિકી જવાનોના નિવાસસ્થાનોને ઘેરી લીધા હતા. તુર્કી પોલીસે બાદમાં લોકોએ વિખેરવા આંસુ ગેસ અને પાણીનો પ્રયોગ કર્યો હતો.  

ગાઝાની હોસ્પિટલો, નાગરિકો, રહેણાંકી વિસ્તાર સહિતની ઇમારતો પર ઇઝરાયેલ દ્વારા હુમલા થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે તુર્કીએ આ હુમલાઓનો ઉગ્ર વિરોધ કર્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા પેલેસ્ટાઇન સમર્થકોએ અમેરિકી જવાનોના રહેણાંકી વિસ્તારને ઘેરી લીધો હતો. આ જ પ્રકારનું વિરોધ પ્રદર્શન દાગિસ્તાનમાં પણ જોવા મળ્યું હતું. રશિયાના દાગિસ્તાન પ્રાંતમાં હજારોની સંખ્યામાં એકઠા થઇને અખાચવાલા એરપોર્ટ પર હલ્લાબોલ કર્યો હતો. તેલ અવીવથી વિમાન આવી રહ્યું હોવાની જાણકારી મળ્યા બાદ આ વિરોધ પ્રદર્શન કરાયા હતા. હાલ વિશ્વના અનેક દેશોમાં ઇઝરાયેલ ગાઝા પર હુમલા રોકે અને હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વિરામ કે શાંતિ માટે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

બ્રિટનના લંડનમાં આવેલી ઓક્સફર્ડ સર્કસ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેસી ગયા હતા, લોકોના હાથમાં ફ્રીડમ ફોર પેલેસ્ટાઇનના પોસ્ટરો પણ હતા. સાથે જ તાત્કાલીક સીઝ ફાયરનો અમલ કરો તેવી પણ માગ કરતા પોસ્ટરો જોવા મળ્યા હતા. લંડન મેટ્રોપોલિટન પોલીસના દાવા મુજબ ૩૦ હજાર લોકો એકઠા થયા હતા. ફ્રાંસમાં મધ્ય પેરિસમાં હિંસાની સાઇકલ અટકાવો, સીઝ ફાયર લાગુ કરોની માગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. જર્મનીના બર્લિનમાં આશરે ૬૫૦૦ લોકો શાંતિ માટે એકઠા થયા હતા, અહીંયા પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીઓ પર અગાઉ પ્રતિબંધ મુકાયો હતો. 

તેવી જ રીતે ઇટાલીમાં મિલાનમાં ૪ હજાર લોકો એકઠા થયા હતા, સેનેગલ, તુર્કીમાં પણ લોકોએ પ્રદર્શન કર્યા હતા, અમેરિકામાં રાજધાની વોશિંગ્ટનમાં અનેક વખત નાના મોટા વિરોધ પ્રદર્શન થઇ ચુક્યા છે.   સાતમી ઓક્ટોબરના હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જ્યાંથી આ યુદ્ધની ફરી શરૂઆત થઇ હતી, જે બાદ ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં કરાયેલા હુમલામાં ૧૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હજુ પણ ઇઝરાયેલ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. યુદ્ધને સાતમીએ એક મહિનો પૂર્ણ થવા જઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે વિશ્વભરમાં અનેક દેશોમાં લોકો શાંતિની અપીલ સાથે રેલીઓ યોજી રહ્યા છે.

Total Visiters :102 Total: 1011107

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *