રાજ્યમાં સામાન્ય વર્ગના 25.9 ટકા લોકોનો ગરીબ પરિવારમાં સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભૂમિહાર અને બ્રાહ્મણ ગરીબ છે
પટના
આજે બિહાર વિધાનસભામાં જાતિ આધારિત વસતી ગણતરીનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. રીપોર્ટ રજૂ થાય તે પહેલા જાતિ આધારિત વસતી ગણતરીના શૈક્ષણિક અને આર્થિક આંકડાઓ સામે આવ્યા છે. જેમાં બિહારમાં ફક્ત 7 ટકા લોકો જ ગ્રેજુએટ છે. આર્થિક પરિસ્થીતીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સામાન્ય વર્ગના 25.9 ટકા લોકોનો ગરીબ પરિવારમાં સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ભૂમિહાર અને બ્રાહ્મણ ગરીબ છે. રાજ્યમાં નીતિશ કુમારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરી કરવી હતી.
બિહારમાં શૈક્ષણિકના હાલચાલ?
- ધોરણ 1 થી 5 22.67 ટકા વસ્તીએ શિક્ષણ મેળવ્યું
- ધોરણ 6 થી 8 14.33 ટકા વસ્તીએ શિક્ષણ મેળવ્યું
- ધોરણ 9 થી 10 14.71 ટકા વસ્તીએ શિક્ષણ મેળવ્યું
- ધોરણ 11 થી 12 9.19 ટકા વસ્તીએ શિક્ષણ મેળવ્યું
- રાજ્યમાં માત્ર 7 ટકા લોકો જ ગ્રેજુએટ થયા
બિહારમાં સામે આવ્યા ચોંકાવનારા આર્થિક આંકડા
રાજ્યના જનરલ કેટેગરીના 25.9 ટકા પરિવારો ગરીબ
- પછાત વર્ગના 33.16 ટકા પરિવારો ગરીબ છે
- ગરીબ પરિવારોમાં 33.58 ટકા લોકો અત્યંત પછાત વર્ગના છે
- અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે
- અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે
- અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે