આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું
નવી દિલ્હી
ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે આજે તેમણે ચિલીના રાજદૂત જુઆન એંગ્યુલો અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અભિષેક સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન એંગ્યુલોને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઈએસએ) ઉપકરણ અને દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું છે.
Total Visiters :111 Total: 1344093