ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં યુએનના 89 કર્મચારી માર્યા ગયા

Spread the love

યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે

વોશિંગ્ટન

મહિના અગાઉ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં એક માઠા સમાચાર આવ્યા છે. આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના 89  જેટલાં કર્મચારીઓ પણ માર્યા છે. યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે. મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્ર રાહત તથા બચાવ કાર્ય એજન્સી (યુએનરો)એ આ માહિતી આપી હતી. 

યુએનરોએ આ મામલે એક નવો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં જણાવાયું હતું કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને લીધે ગાઝા પટ્ટીમાં લગભગ 15 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ઉત્તર ગાઝાના તમામ પાંચેય પ્રાંતમાં 149 યુએનરોના કેમ્પમાં આશરે 725000 લોકોએ શરણ લીધી છે. 

માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલી સૈન્યના હવાઈ હુમલાના નિશાને યુએનરોની સ્કૂલ પણ લપેટમાં આવી હતી. આ ઘટનામાં સ્કૂલમાં આશ્રય લેનારા આંતરિક રીતે વિસ્થાપિત લોકોમાંથી એકનું મોત નીપજ્યું હતું અને અનેક ઘવાયા હતા. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે જણાવ્યું કે ગાઝામાં યુએનના કેમ્પમાં વધતી જતી લોકોની ભીડે ચિંતા વધારી દીધી છે. 

Total Visiters :114 Total: 987173

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *