કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી
કોલકાતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે 9 નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે 11.00 કલાકે હાજર થવું પડશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ અભષિક બેનર્જી ગુરુવારે ઈડી સમક્ષ હાજર થશે. જોકે તેમને કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે અગાઉ ઈડીએ અભિષેકને કોલસા કૌભાંડ અને ત્યારબાદ ભરતી ભ્રષ્ટાચાર મામલે સમન્સ મોકલ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ઈડીએ અગાઉ ઓક્ટોબરમાં પણ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યું હતું. આ મામલો શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંકળાયેલો હતો. જોકે તેઓ દિલ્હીમાં એક વિરોધ-પ્રદર્શનમાં જવાનું હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ તેમને બુધવારે નવું સમન્સ પાઠવ્યું હતું.