બિહારમાં અનામતનો વ્યાપ 60થી 75 ટકા કરવાનું બિલ સર્વસંમતીથી મંજૂર

Spread the love

આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ


પટના
બિહાર વિધાનસભામાંથી અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે.
બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ છે. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50 ટકા છે. ઈડબલ્યુએસને આનાથી અલગથી 10 ટકા અનામત મળતું હતું. હવે આ બિલ પસાર થવાથી 50 ટકાની અનામતની મર્યાદા તૂટી ગઈ છે. હવે બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય ઈડબલ્યુએસ માટે 10 ટકા અનામત અલગ રહેશે. એટલે કે હવે અનામતનો વ્યાપ 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ પહેલા બિહારમાં નીતિશ કુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી.
બિહાર વિધાનસભામાંથી અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અત્યંત પછાત અને પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું જે હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતું જે હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી (ઈડબલ્યુએસ) માટે 10 ટકા અનામત ઉમેરીને કુલ 75 ટકા કરવામાં આવ્યું છે.

Total Visiters :100 Total: 1051407

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *