શ્રીલંકાના કેપ્ટન કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ બોલ્ટે વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બની ગયો
બેંગલુરૂ
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે આ ‘કરો યા મારો’ સ્થિતિની મેચની શાનદાર શરૂઆત કરી છે. ન્યુઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી પોતાની ટીમને એક શાનદાર શરૂઆત અપાવી હતી. આ સાથે જ બોલ્ટ વર્લ્ડ કપ મેચોમાં 50 વિકેટ લેનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.
ટ્રેન્ટ બોલ્ડ ન્યુઝીલેન્ડ ટીમ માટે વર્ષોથી એક મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર રહ્યો છે. તે નવા બોલ સાથે વિપક્ષી ટીમના બેટ્સમેનો માટે મોટો ખતરો સાબિત થાય છે. કંઇક આવું જ શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં પણ જોવા મળ્યું છે. ટ્રેન્ટ બોલ્ટે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી હતી. આ વિકેટો સાથે બોલ્ટે વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ બોલ્ટે વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બની ગયો છે.
બોલ્ટે વર્લ્ડ કપમાં કુલ 28 મેચ રમી છે, જેમાં તેણે 24.17ની એવરેજ અને 4.83ના ઈકોનોમી રેટથી કુલ 52 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક ઇનિંગ્સમાં 5 વિકેટ પણ ઝડપી છે, જ્યારે તેણે 3 ઇનિંગ્સમાં 4-4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. બોલ્ટે તેના વર્લ્ડ કપ કરિયરમાં અત્યાર સુધી 22 મેડન ઓવર ફેંકી છે.