પંજાબમાં અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથીઃ સુપ્રીમ

Spread the love

પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતા, આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએઃ સુપ્રીમનું અવલોકન

નવી દિલ્હી

દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ ઉપરાંત પંજાબમાં જયારે પરાળ સળગાવવાના વધુ કિસ્સા સામે આવ્યા ત્યારે કોર્ટે સલાહ આપી કે અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથી. બેન્ચે કહ્યું કે તેઓ પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતિત છે. આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએ. 

આ ઉપરાંત અદાલતે કહ્યું હતું કે પંજાબમાં પાણીનું સ્તર ઘટતું રહે છે ત્યારે એમને નથી ઇચ્છતા કે પંજાબ પણ એક રણ બની જાય, એટલા માટે જરૂરી છે કે ધીમે ધીમે કરીને અનાજનો પાક લેવાનું જ બંધ કરવામાં આવે. આથી અનાજના બદલે જાડું અનાજ એટલે કે બાજરો, રાગી, જુવાર, કંગની, કુટકી, કોદો, સુવા, ચણા, જવ વગેરેનું ઉત્પાદન વધારવું જોઈએ. 

સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે આ મામલે કોર્ટે તેમને એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ. તે આ મામલે કોઈક ઉકેલ શોધી કાઢશે. જે બાબતે સીજેઆઈએ લંચ બ્રેક પછી નિર્ણય આપશે. 

Total Visiters :109 Total: 1051632

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *