પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ પર હાઈટેન્શન વાયર તૂટતાં એક મજૂરનું મોત

Spread the love

ઘટના સમયે ટ્રેન લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી, એક મજૂર અને 4 મુસાફરોને ગંબીર ઈજા


કોલકાતા
હાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું છે. ઉપરાંત આ ઘટનામાં અન્ય એક મજૂર અને 4 મુસાફરને ગંભીર ઈજા થઇ છે.
આ ઘટના આજે બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી. ઘટના સમયે, 12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી. ઓવરહેડ હાઇ ટેન્શન વાયર ટ્રેન પર પડતાં ટ્રેનમાં જોરથી અવાજ આવ્યો હતો, જેના કારણે ટ્રેનની અંદર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

Total Visiters :101 Total: 1010226

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *