એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની

Spread the love

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા

બેંગલુરૂ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સાથે જ રોહિતે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં 500 રનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ રોહિત 500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 1 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. રોહિતે આ વર્લ્ડ કપમાં 24 છગ્ગા અને 58 ચોગ્ગા પણ ફટકાર્યા છે. રોહિત વન-ડે વર્લ્ડ કપ2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં ચોથા નંબરે છે. આ ઉપરાંત રોહિતે આ વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપની બે સિઝનમાં 500થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2019માં સૌથી વધુ 648 રન બનાવ્યા હતા અને હવે આ વર્લ્ડ કપમાં પણ તેણે 500થી વધુ રન બનાવ્યા છે. આથી રોહિતે વર્લ્ડ કપમાં બે વખત 500 રનનો આંકડો પાર કરવાના મામલે સચિન તેંડુલકરની બરોબરી કરી લીધી છે.

Total Visiters :103 Total: 1041112

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *