વન-ડેમાં કેલેન્ડર વર્ષમો સૌથી વધુ રન બનાવવામાં ગિલ પાંચમા ક્રમે

Spread the love

ભારતીય ઓપનરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો

બેંગલુરૂ

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ ભારત માટે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લીસ્ટમાં પાંચમાં નંબરે આવી ગયો છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો છે.

શુભમને આ વર્ષે ભારત માટે વનડે ક્રિકેટમાં 1500 રન બનાવ્યા છે. ગિલે આ મામલે રોહિત અને કોહલીને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ વર્ષ 2019માં ભારત માટે વનડેમાં 1490 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ વર્ષ 2017માં 1460 રન બનાવ્યા હતા.

ભારત માટે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. તેણે વર્ષ 1998માં 1894 રન બનાવ્યા હતા. બીજા નંબર પર સૌરવ ગાંગુલી છે. ગાંગુલીએ વર્ષ 1999માં 1767 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 1761 રન બનાવ્યા હતા. ચોથા નંબરે પણ સચિનનું નામ છે. તેણે વર્ષ 1996માં 1611 રન બનાવ્યા હતા.

Total Visiters :179 Total: 1051795

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *