એક જ સર્વે નંબર વાળા ખેતરોમાં વધુ એક વીજજોડાણ આપવા નિર્ણય

Spread the love

વરસાદી પાણીનો ઉપયોગ કરનારા ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો


ગાંધીનગર
નવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કેટલાક નિર્ણય લીધા છે. ત્યારે વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.
ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નોંધાશે. આ સાથે રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.
મહત્વનું છે કે, ખેડૂતો દ્વારા ઉર્જામંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોએ હયાત વીજ કનેક્શન સિવાય અન્ય એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે.

Total Visiters :129 Total: 1010426

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *