ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે
જેરૂસલેમ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં આપે. આ કારણે ઇઝરાયલે આ યુદ્ધમાં પોતાની પાસે રહેલા દરેક શક્તિશાળી હથિયારનો ઉપયોગ કર્યો છે. જો કે, એક વસ્તુ એવી છે કે જેના માટે ઇઝરાયેલ તેની ટેક્નોલોજીનો નહીં પરંતુ જૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે.
વાસ્તવમાં, હમાસના હુમલા પછી ઇઝરાયેલના ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, આ સિવાય હમાસના લડવૈયાઓએ પણ અંદર ઘૂસીને નરસંહાર કર્યો હતો. આમાંથી ઘણા લોકોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. જેના માટે ઈઝરાયેલે એક અનોખી પદ્ધતિ શોધી કાઢી છે. આ મૃતદેહોને શોધવા માટે ઈઝરાયેલ હવે ગરુડની મદદ લઈ રહ્યું છે, જે માંસ દૂરથી જ સુંઘી શકે છે.
ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પહેલા આ માટે ગરુડ પર જીપીએસ લગાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનું ટ્રેકિંગ શરૂ થયું. ગરુડ જયારે મૃતદેહોવાળા વિસ્તારમાં પ્રવેશે છે તેની સાથે જ એજન્સીને તેની જાણ થઈ જાય છે. ત્યાર્વાદ ત્યાંથી મૃતદેહોને ત્યાંથી લઇ લેવામાં આવે છે. હમાસ લડવૈયાઓએ કરેલા નરસંહારના વિસ્તારમાં જ ભૂખ્યા ગરુડ મૃતદેહો ખાવા માટે પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની સેનાએ આ ગરુડની મદદથી ઘણા મૃતદેહો બહાર કાઢ્યા છે.
હાલમાં, ઇઝરાયેલમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ અને તેમના શરીરના બાકીના ભાગોને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગરુડની મદદ લેવી પણ આ અભિયાનનો એક ભાગ છે. જો કે, ગાઝાની હાલત