બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે
વોશિંગ્ટન
ચેટજીપીઆઈટીના નિર્માતા અને ઓપનએઆઈ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચેટજીપીઆઈટી બનાવનાર કંપની ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. ઓપનએઆઈએ ગઈકાલે આ માહિતી આપી હતી. પૂર્વ સીઈઓ ઓલ્ટમેને સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે ઓપનએઆઈમાં વિતાવેલો સમય મને ગમ્યો અને મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો અને હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી જણાવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હાલના સમય માટે વચગાળાના સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી સીઈઓની શોધ પણ ચાલુ રાખશે. આ સિવાય ઓપનએઆઈના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.