ઓસ્ટ્રેલિયા સામેની 20 વર્ષની હારનો બદલો લઈ ભારત ત્રીજા તાજ માટે પ્રતિબદ્ધ

Spread the love

યજમાન ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉલ્લાસપૂર્ણ માહોલ, દેશ-વિદેશથી સેલિબ્રિટીસ સ્ટેડિયમમાં ઉમટી પડશે

અમદાવાદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહધોનીના નેતૃત્વ હેઠળ વર્ષ 2011માં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યું હતું. જયારે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યું હતું. આવતીકાલે રમાનાર મેચ પહેલા ક્રિકેટ નિષ્ણાંતોએ હાર-જીતના જૂના સમીકરણો પર નજર નાખવાનું શરુ કરી દીધું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હશે. આ પહેલા બંને ટીમો વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2003માં સાઉથ આફ્રિકામાં ટક્કર થઇ હતી. તે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર વર્તમાન ભારતીય ટીમની સ્થિતિ 20 વર્ષ પહેલા જીતેલી ઓસ્ટ્રેલિયાની ટીમ જેવી છે. જો કે ક્રિકેટ નિષ્ણાતો ભારતીય ટીમને ફેવરિટ ગણાવી રહ્યા છે, પરંતુ એવા ઘણા સમીકરણો છે જે ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મજબૂત ભૂમિકા ભજવી શકે છે. જ્યાં એક તરફ છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ વિજેતા રહી હતી, તો બીજી તરફ વધુ એક ચોંકાવનારું સમીકરણ સામે આવ્યું છે. ભારતીય ટીમ આ સંભાવનાઓએ પ્રબળ બનાવવા અને ઓસ્ટ્રેલિયાથી 2003નો બદલો લેવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં શખત મહેનત કરી રહી છે.

સાઉથ આફ્રિકા, કેન્યા અને બાંગ્લાદેશની યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ 2003 રમાયું હતું. રિકી પોન્ટિંગની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ લીગ સ્ટેજ સહિત 10 મેચ જીતીને અજેય રહીને ફાઇનલમાં પહોંચી હતી. વન-ડે વર્લ્ડ કપ 2023માં પણ રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ લીગ સ્ટેજ સહિત 10 મેચ જીતીને અજેય રહીને ફાઇનલમાં પહોંચી છે. આવી જ રીતે વન-ડે વર્લ્ડ કપ 2003માં ભારતીય ટીમ 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે વન-ડે વર્લ્ડ કપ 2023માં પેટ કમિન્સની ટીમ 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને લીગ સ્ટેજમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ વન-ડે વર્લ્ડ કપ 2003માં ભારતને લીગ સ્ટેજમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વન-ડે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારતને હરાવી ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. આવું જ સમીકરણ વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે બની રહ્યું છે. ભારતીય ટીમે વર્ષ 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો છે. ભારત ચોથી વખત વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા છટ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.

Total Visiters :98 Total: 1010860

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *