છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ચેમ્પિયન બની છે

Spread the love

1983થી 2023 સુધી વર્લ્ડ કપમાં ભારતે ઓસી સામે 13માંથી પાંચ મેચ જીતી છે

અમદાવાદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ગત ત્રણ વન-ડે વર્લ્ડ કપમાં યજમાન દેશ ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે વન-ડે વર્લ્ડ કપ 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું અને ઇંગ્લેન્ડ 2019માં પોતાની યજમાનીમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમે 12 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જ નહીં પરંતુ સંયોગો અને સંજોગો પણ કહી રહ્યા છે કે આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો વારો ભારતનો છે.

વન-ડે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આ બીજો અવસર છે જયારે બે દેશ બીજી વખત ફાઈનલમાં રમશે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1996 અને 2007માં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. શ્રીલંકા 1996માં વિજેતા બન્યું જયારે ઓસ્ટ્રેલિયાએ 2007માં શ્રીલંકા સામે હારનો બદલો લીધો હતો. ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપ 2003ની ફાઈનલ મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. આ વખતે બદલો લેવાનો વારો ભારતનો છે. આ સંયોગ કહી રહ્યું છે કે ભારતીય ટીમ અમદાવાદમાં ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.

વિશ્વકપમાં ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયા
વર્ષમેચનું પરિણામ
1983ઓસ્ટ્રેલિયા 162 રનથી જીત્યું
1983ભારત 118 રનથી જીત્યું
1987ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું
1987ભારત 56 રનથી જીત્યું
1992ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું
1996ઓસ્ટ્રેલિયા 16 રનથી જીત્યું
1999ઓસ્ટ્રેલિયા 77 રનથી જીત્યું
2003ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું
2003ઓસ્ટ્રેલિયા 125 રનથી જીત્યું (ફાઇનલ)
2011ભારત 5 વિકેટે જીત્યું (ક્વાર્ટર ફાઈનલ)
2015ઓસ્ટ્રેલિયા 95 રનથી જીત્યું (સેમિફાઇનલ)
2019ભારત 36 રનથી જીત્યું
2023ભારત 6 વિકેટે જીત્યું
Total Visiters :110 Total: 1366481

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *