ભારતના પાંચ ખેલાડીનો આ વર્લ્ડ કપ છેલ્લો હોવાની શક્યતા

Spread the love

રોહિત, વિરાટ, રવીન્દ્ર, શમી અને સૂર્યકુમારની વધતી વયને જોતા તેમના હવે પછીના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા નહિવત


અમદાવાદ

આઈસીસી વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ફરી એક વખત અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોને કારમો ઝાટકો પહોંચાડતા ભારતને તેની જ ભૂમિ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સેલીબ્રીટીઓની હાજરી વચ્ચે શાન સાથે 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. 

એવામાં ભારતીય ટીમના પાંચ ખેલાડીઓનો આ છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું સંભાવના છે કે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવની ઉંમરને ધ્યાને લઇએ તો ભારત માટે તેઓ હવે પછીનો વર્લ્ડ કપ રમી શકશે નહીં.

8 વર્ષ પછી ભારત બાંગ્લાદેશ સાથે મળીને ફરી વર્લ્ડ કપ આયોજન કરશે એવામાં હાલ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ઉંમર 36 વર્ષ તો તેનું આટલા વર્ષ સુધી વનડે ક્રિકેટમાં ટકવું તેની સંભાવના ના બરાબર છે. વિરાટ કોહલીને આ મહિને 35 વર્ષ થયા અને તેના માટે પણ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવું શક્ય નથી. મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવ 33 વર્ષના છે, રવિન્દ્ર જાડેજા 34 વર્ષના છે. આ 5 ખેલાડીઓ માટે ભારતમાં યોજાનારા આગામી આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે.

Total Visiters :88 Total: 1045155

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *