ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું
મુંબઈ
મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.
જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહના આંદમાન સાગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 મપાઈ હતી. તે પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી હતી.
Total Visiters :124 Total: 1344107