વડાપ્રધાન 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

Spread the love

સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો, પ્રથમ તબક્કો 20 ડિસેમ્બર સુધી ચાલશે

અયોધ્યા

વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં સમારોહના એજન્ડાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તેના માટે નાની-નાની સમિતિઓ બનાવાશે.  જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોનું જૂથ બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે. 

મંદિર આંદોલનના કારસેવકોને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ટીમ 250 સ્થળોએ સભાઓ યોજશે અને વધુને વધુ લોકોને સમારોહમાં સામેલ થવા અપીલ કરશે. બીજો તબક્કો 1 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ઘર-ઘર સંપર્ક યોજના હેઠળ 10 કરોડ પરિવારોમાં પૂજાતી અક્ષત, રામલલ્લાના વિગ્રહનું એક ચિત્ર અને એક પત્રિકા આપવામાં આવશે.

જેના દ્વારા લોકોને વિધિના દિવસે દીપોત્સવ મનાવવા અપીલ કરવામાં આવશે. ત્રીજા તબક્કાની શરૂઆત 22 જાન્યુઆરીએ થશે. તે દિવસે એવું વાતાવરણ ઊભું કરાશે કે આખા દેશમાં ઉજવણી થાય અને દરેક ઘરમાં ધાર્મિક વિધિઓ થાય. ચોથા તબક્કામાં દેશભરના ભક્તોને રામલલ્લાના દર્શન કરાવવાની યોજના છે. આ તબક્કો ગણતંત્ર દિવસથી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. 31મી જાન્યુઆરી અને 01મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કામદારોને દર્શન આપવાની યોજના છે.

Total Visiters :526 Total: 1010777

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *