બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ2023ની 9માંથી 5 મેચ હારી હતી, મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવાયા
કરાંચી
પાકિસ્તાન ટીમના વન-ડે વર્લ્ડકપ2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. વન-ડે વર્લ્ડકપ2023માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પદથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફારો કર્યા છે. પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ બનાવ્યો છે. જયારે સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ2023ની 9માંથી 5 મેચ હારી હતી. પાકિસ્તાન પહોંચતાની સાથે જ બાબર આઝમે ટીમના કેપ્ટન પદથી રાજીનામું આપી દીધું હતું. તે પછી મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો.
વન-ડે વર્લ્ડકપ2023માં નિષ્ફળતા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો
ટી20આઈ કેપ્ટન – શાહીન આફ્રિદી
ટેસ્ટ કેપ્ટન – શાન મસૂદ
કોચ – મોહમ્મદ હફીઝ
ડાયરેક્ટર – મોહમ્મદ હફીઝ
ચીફ સિલેકટર – વહાબ રિયાઝ
ફાસ્ટ બોલિંગ કોચ – ઉમર ગુલ
સ્પિન બોલિંગ કોચ – સઈદ અજમલ