ટીમ ઈન્ડિયાનો પેસ બોલર મુકેશ કુમાર લગ્ન બંધનમાં બંધાયો

Spread the love

મુકેશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ મેચથી લગ્ન માટે રજા લીધી હતી

નવી દિલ્હી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશે ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ મેચથી લગ્ન માટે રજા લીધી હતી. મુકેશ કુમારના લગ્નની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર આવી ચુકી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે મુકેશ કુમારને અભિનંદન આપતા લગ્નની તસવીર શેર કરી છે. મુકેશ અને તેની પત્ની આ તસવીરમાં ખુબ જ શાનદાર દેખાઈ રહ્યા છે.

મુકેશ કુમારની પત્નીનું નામ દિવ્યા છે. મુકેશ કુમાર ગોપાલગંજનો રહેવાસી છે અને તેણે લગ્ન ગોરખપુરમાં કર્યા હતા. સોશ્યલ મીડિયા પર લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુકેશ વરરાજાના રૂપમાં જતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે શેરવાની પહેરી છે. જણાવી દઈએ કે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચોની ટી20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે પરંતુ તેણે ત્રીજી ટી20આઈમાં બીસીસીઆઈ પાસેથી લગ્ન માટે રજા માંગી હતી.

મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી અગાઉ 2 ટી20આઈ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગમાં પણ સામેલ હતો. ત્રીજી ટી20આઈ મેચમાં તેની જગ્યાએ આવેશ ખાનને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાયપુરમાં રમાનાર ચોથી ટી20આઈમાં મુકેશ કુમાર ભારતીય ટીમ સાથે જોડાશે. જણાવી દઈએ કે મુકેશ કુમાર ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચુક્યો છે. તેણે 2023માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યો હતો. તે અત્યાર સુધી 1 ટેસ્ટ, 3 વનડે અને 7 ટી20આઈ મેચ રમી ચુક્યો છે. 

Total Visiters :139 Total: 1343970

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *