લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો
વોશિંગ્ટન
ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે 140,000 થી વધુ વિદ્યાર્થીઓને વિઝા આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 (2023 ફેડરલ નાણાકીય વર્ષ) દરમિયાન વિદેશ વિભાગે વૈશ્વિક સ્તરે 10 મિલિયનથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને રેકોર્ડ સર્જ્યો છે. લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો હતો. આ સાથે એક નિવેદનમાં જણાવાયું કે આ ઉપરાંત અમેરિકી દૂતવાસ દ્વારા બિઝનેસ અને પર્યટન માટે લગભગ 80 લાખ વિઝિટર વિઝા જારી કરાયા હતા, જે 2015 પછીના કોઈપણ નાણાકીય વર્ષ કરતાં વધુ છે.