સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

Spread the love

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી

તિરુવનંતપુરમ  

કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રેમીને પોતાની જ પુત્રી પર બળાત્કાર કરવાની છૂટ આપી હતી. જેથી બળાત્કારમાં મદદ કરવા બદલ પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી હતી. બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી હતી. તેથી બચી ગયેલી મહિલાની જિંદગી હવે જેલમાં જ વિતશે.

મહિલા પર આરોપ હતો કે તેણે પોતાની જ સાત વર્ષની બાળકી પર બળાત્કાર કરવામાં પોતાના લિવઇન પાર્ટનરને મદદ કરી હતી. આ સમગ્ર ઘટના માર્ચ ૨૦૧૮થી ૨૦૧૯ દરમિયાન બની હતી. મહિલા પોતાના પતિથી અલગ થઇ ગઇ હતી, જોકે સાથે પોતાની સાત વર્ષની બાળકીને પણ લઇ ગઇ હતી. બાદમાં આરોપી મહિલા શિશુપાલન નામના એક લિવઇન પાર્ટવર સાથે રહેવા લાગી હતી. શિશુપાલને મહિલાની સાત વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હતો, આવુ કરતા અટકાવવાના બદલે નિર્દય માતાએ ઉલટા મદદ કરી હતી. અવારનવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. 

બાળકીને આ અંગે કોઇને નહીં કહેવા માટે ખૂબ ડરાવી ધમકાવી હતી. જોકે એક દિવસ બાળકી ગંભિર સ્થિતિમાં પોતાની બહેનની મદદથી ઘરેથી ભાગી ગઇ હતી અને પોતાની દાદી પાસે પહોંચી ગઇ હતી. દાદીને બધી જ વાતની જાણકારી આપી દીધી હતી, પરીણામે બાદમાં દાદીએ પોલીસની મદદ લઇને શિશુપાલન અને પીડિત બાળકીની માતાની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યારે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. શિશુપાલને ઘટના બાદ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે મહિલાની પોલીસે ધરપકડ કરી લેતા મામલો કોર્ટ પહોંચ્યો હતો. તિરુવનંતપુરમની સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે મહિલાને પોક્સો કાયદા હેઠળ બળાત્કારમાં મદદની દોષી ઠેરવી હતી અને ૪૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. અને કહ્યું હતું કે આરોપી મહિલા માતૃત્વના નામ પર કલંક છે.  સાથે જ ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. જો તેને ભરવામાં મહિલા નિષ્ફળ રહે તો વધુ છ મહિનાની કેદ ભોગવવી પડશે. કોઇ માતાએ પોતાની જ પુત્રી પર બળાત્કારને છૂટ આપી હોય અને તેને ૪૦ વર્ષની કેદની સજા ફટકારાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે.

Total Visiters :133 Total: 1045494

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *