PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે

Spread the love

આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હી

 કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી.

આ યોજનાના લાભાર્થીને કેન્દ્ર સરકાર દ્વારા 5 કિલો રાશન મફતમાં આપવામાં આવે છે. આ રાશન વ્યક્તિ દીઠ આપવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ, આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 80 કરોડથી વધુ છે. આમાંના મોટાભાગના લાભાર્થીઓ ઉત્તર પ્રદેશના છે.

આજે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર હવે આ યોજના હેઠળ વધુ 5 વર્ષ માટે મફત રાશનનું વિતરણ કરશે. મતલબ કે હવે તેની સમયમર્યાદા 1 જાન્યુઆરી, 2024 થી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે. ઠાકુરે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

પીએમજીકેએવાય ડિસેમ્બર 2022 માં સમાપ્ત થઈ હતી, પરંતુ તે ફરીથી એક વર્ષ માટે એનએફએસએ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી હતી.

આ યોજનાનો લાભ એવા લોકોને મળી શકે છે જેમની પાસે રેશન કાર્ડ છે. કોઈપણ રેશનકાર્ડ ધારક રાશનની દુકાનમાં જઈને રાશન મેળવી શકે છે. કાર્ડ પર કુટુંબના સભ્ય દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે.

દરમિયાનમાં પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. 

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના મંજૂર કરી. આ સાથે જ ખેતીના ઉપયોગ માટે ખેડૂતોને 2023-24 થી 2025-2026 દરમિયાન 15,000 પસંદગીની મહિલાઓને ડ્રોન આપવામાં આવશે. 

આ સાથે તેમણે જણાવ્યું કે ગત પાંચ વર્ષોમાં આશરે 13.50 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી 81 કરોડ લોકોને લાભ મળશે. તેના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂ. ખર્ચ કરશે. 

Total Visiters :235 Total: 1344393

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *