ભારત એ ટીમ સાઉથ આફ્રિકા એ ટીમ સામે બે – ચાર દિવસીય પ્રેક્ટીસ મેચમાં ભાગ લેવાની છે
નવી દિલ્હી
સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મટની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એસ. ભરતને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈએ ભરતને ટીમની મોટી જવાબદારી સોપી છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસમાં માટે ભારતીય ટીમ ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. આ સાથે જ ભારત એટીમ સાઉથ આફ્રિકા એટીમ સામે બે – ચાર દિવસીય પ્રેક્ટીસ મેચમાં ભાગ લેવાની છે. જેમા બીસીસીઆઈએ આ પ્રવાસ દરમ્યાન ભારતની એની જાહેરાત કરી છે. ભારત એટીમમાં કેટલાક એવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામા આવ્યો છે, જેમને સાઉથ આફ્રિકા સામે વનડે, ટી20 અથવા ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
બીસીસીઆઈએ આ બન્ને મેચો માટે બે અલગ અલગ ટીમોની જાહેરાત કરી
વિકેટકીપર બેટ્સમેન કે.એસ. ભરત સાઉથ આફ્રિકા એસાથે આ બે પ્રેકટીસ મેચોમાં ભારતે એટીમનો કેપ્ટન હશે. ભરતને બે મેચોની ટેસ્ટ સીરીઝ માટે સ્ક્વોડમાં જગ્યા મળી નહોતી. આમ જોવા જઈએ તો બીસીસીઆઈએ આ બન્ને મેચો માટે બે અલગ અલગ ટીમોની જાહેરાત કરી છે.
પ્રેક્ટીસ મેચના શેડ્યુલ
પહેલી ચાર દિવસની મેચ તા. 11 થી 14 ડિસેમ્બર
બીજી ચાર દિવસની મેચ તા. 26 થી 29 ડિસેમ્બર
ઇન્ટર-સ્ક્વોડ મેચ તા. 20 થી 22 ડિસેમ્બર
ભારતના સાઉથ આફ્રિકાના પ્રવાસનું શેડ્યુલ
10 ડિસેમ્બર પહેલી ટી20, ડરબન
12 ડિસેમ્બર બીજી ટી20, પોર્ટ એલિજાબેથ
14 ડિસેમ્બર ત્રીજી ટી20, જોહાનિસબર્ગ
17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ
19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિજાબેથ
21 ડિસેમ્બર, ત્રીજી વનડે , પાર્લ
26 થી 30 ડિસેમ્બર પહેલી ટેસ્ટ, સેંચુરિયન 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ