યુપી યોધ્ધાને 34-31થી હરાવીને યુમુમ્બાની પીકેએલમાં વિજયી શરૂઆત

Spread the love


અમદાવાદ

 મજબૂત અને ઇન-ફોર્મ યુ મુંબઇએ શનિવારે અમદાવાદમાં પરંપરાગત પાવરહાઉસ યુ.પી.યોદ્ધાઓના પડકારનો સામનો કરતાં ટુર્નામેન્ટમાં આગવી રીતે શાનદાર શરૂઆત કરી હતી. અમીરમહમ્મામદ ઝફરદાનેશ (11 પોઇન્ટ), રિંકુ અને ગુમાન સિંહે યુ મુમ્બાની 34-31થી જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

મેચ સેન્ટર

યુ મુમ્બાએ પ્રથમ હાફમાં વધુ સારું પ્રદર્શન કરતા યુ.પી. યોદ્ધાઓના ખતરનાક રેઇડિંગ યુનિટ પર દબાણ જાળવી રાખ્યું હતું. આક્રમણમાં હંમેશા ખૂબ જ શાનદાર એટેક કરતા પરદીપે તેની સિઝનની ધીમી શરૂઆત કરી હતી અને જે બાબત સ્કોરલાઇન પર પ્રતિબિંબિત થતી હતી. યુ મુમ્બા માટે, અમીરમહમ્માદ ઝફરદાનેશ શરૂઆતમાં જ ત્રણ સફળ રેઈડ સાથે ટીમને મજબૂત સ્થિતિ તરફ લઈ ગયો, જેણે વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું.

પ્રથમ હાફની અંતિમ 10 મિનિટમાં, સારી રીતે ડ્રિલ કરતા યુ મુમ્બાએ યુપી યોદ્ધાસ પર દબાણ ચાલુ રાખ્યું હતું, અને એક તબક્કે 7 પોઇન્ટની લીડ સાથે તેઓ સારી સ્થિતિમાં હતા. રિન્કુએ કેટલાક મોટા ટેકલ કર્યા હતા જ્યારે ઝફરદાનેશને તેના નામે નોંધપાત્ર રેઇડ પોઇન્ટ મળી રહ્યા હતા. યુ.પી. યોદ્ધાસનો પ્રદીપ પ્રથમ હાફમાં એક પણ પોઇન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના લીધે  યુ મુમ્બા  5 પોઇન્ટની સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.

યુ.પી. યોદ્ધાઓએ પ્રથમ હાફમાં સુપર ટેકલ સાથે શરૂઆત કરી હતી, જો કે, યુ મુમ્બા ટીમને તેમના એરિયામાં પાછા ફરવામાં વધુ સમય લાગ્યો ન હતો. ઝફરદાનેશ, રિંકુ અને ગુમાન સિંઘ જોરદાર દેખાવ કરી રહ્યા હતા અને મેચ તેમની તરફે ખેંચી જશે એમ લાગતું હતું પરંતુ, યુ.પી. યોદ્ધાઓએ પણ રમતમાં પાછા ફરવાનું શરૂ કરી દીધું હતું અને ઝફરદાનેશને ઓલ આઉટ કર્યો હતો, જેના કારણે તેઓ સીધા જ સ્પર્ધામાં પાછા ફર્યા હતા.

હરીફાઈ પૂરી થવા તરફ આગળ વધી રહી હતી અને દસ મિનિટ બાકી હતી ત્યારે યુ.પી. યોદ્ધાઓ 4 પોઈન્ટ પાછળ હતા. ઝફરદાનેશે સિઝનની તેની પ્રથમ સુપર 10 નોંધાવી હતી જ્યારે સુરિન્દર ગિલ યુ.પી. યોદ્ધાઓ માટે લડત આપવા પર હતો. 5 મિનિટ બાકી હતી, ત્યારે સુરિન્દર ગિલ ડૂ ઓર ડાઇ રેઇડ કાઉન્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, અને યુ મુમ્બાને તક આપી હતી, જે પછી મુમ્બાએ  4-પોઇન્ટની લીડ મેળવી હતી. આખરે, યુ.પી. યોદ્ધાઓ વળતી લડ આપી શક્યા નહીં અને યુ મુમ્બાએ આરામથી મેચ જીતી લીધી.

આજની દિવસની મેચોના એવોર્ડ વિજેતાઓ:

ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ તેલુગુ ટાઇટન્સ

ધ ડ્રીમ 11 ગેમચેન્જર ઓફ ધ મેચ: સોનુ (ગુજરાત જાયન્ટ્સ)

ધ એસીસી મોમેન્ટ ઓફ ધ મેચઃ ફઝલ અત્રાચલી (ગુજરાત જાયન્ટ્સ)

યુ મુમ્બા વિ યુ.પી. યોદ્ધાસ

ધ ડ્રીમ 11 ગેમચેન્જર ઓફ ધ મેચ: અમીરમહમ્માદ ઝફરદાનેશ (યુ મુમ્બા)

ધ એસીસી મોમેન્ટ ઓફ ધ મેચ: રિંકુ (યુ મુમ્બા)

Total Visiters :211 Total: 1045475

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *