સોનુના સુપર-10ની મદદથી ગુજરાત જાયન્ટ્સે પીકેએલની પ્રથમ મેચમાં તેલુગુ ટાઈટન્સને હાર આપી

Spread the love

અમદાવાદ

 ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરતા શનિવારે ટ્રાન્સસ્ટેડિયાના એક્કા એરેનામાં પ્રો કબડ્ડી લીગ સીઝન 10ની પ્રારંભિક મેચમાં તેલુગુ ટાઇટન્સને 38-32થી પરાજય આપ્યો હતો. જાયન્ટ્સના રાઇડર સોનુએ 11 ટચ પોઇન્ટ મેળવ્યા હતા અને તેની જ ટીમના દેશબંધુ રાકેશે મેચમાં 5 ટચ પોઇન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તેલુગુ ટાઇટન્સના કેપ્ટન પવન સેહરાવતે સુપર 10 દ્વારા પ્રો કબડ્ડી લીગમાં પુનરાગમન કર્યું હતું.

મેચની શરુઆતની મિનિટોમાં જ તેલુગુ ટાઇટન્સે 4-3થી સરસાઈ મેળવી લેતાં રજનીશે રેઈડ પાડી. જોકે જાયન્ટ્સે વળતી લડત આપતાં 7મી મિનિટે સ્કોરને 5-5થી બરોબરી પર લાવી દીધો. થોડી જ ક્ષણો બાદ, રાકેશે એક જોરદાર રેઈડપાડી અને જાયન્ટ્સે 6-5ની સરસાઇ મેળવી લીધી. રાકેશે વધુ એક રેઈડ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઇટન્સે તેનો સામનો કર્યો અને 10મી મિનિટે 8-6થી આગળ નીકળી ગયું.

તેલુગુ ટાઇટન્સના ડિફેન્સ યુનિટે ટેકલ કરવાનું જારી રાખ્યું હતું અને 14મી મિનિટે તેની ટીમને 11-7ના સ્કોર પર લીડમાં ટકી રહેવામાં મદદ કરી હતી. જાયન્ટ્સ 15મી મિનિટે માત્ર બે ડિફેન્ડરોમાં જ ખખડી ગયું હતું, જો કે, ફઝેલ અત્રાચલી અને મોહમ્મદ નબીબાક્ષની ઇરાની જોડીએ પવન સેહરાવતનો સામનો કરીને તેમની ટીમને 12-9ના સ્કોર પર સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ કરી હતી. થોડી જ ક્ષણો બાદ, જાયન્ટ્સે સેહરાવતનો ફરીથી સામનો કર્યો અને સ્કોરને 13-13થી બરોબરી પર લાવી દીધો. ટાઇટન્સ પ્રથમ હાફના અંત સુધીમાં 16-13ના સ્કોર પર સરસાઈ મેળવવામાં સફળ રહી હતી.

જાયન્ટ્સના સોનુએ બીજા હાફની શરૂઆતની મિનિટમાં જ સુપર રેઇડ ખેંચી લીધી હતી અને ઘરઆંગણાની ટીમે 18-16ના સ્કોર પર ફરી લીડ મેળવી લીધી હતી. ઘરઆંગણાની ટીમે શાનદાર ફોર્મ દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું તેઓએ 23 મી મિનિટમાં પ્રતિસ્પર્ધી ટીમને ઓલ આઉટ કરી હતી અને 22-18 પર મોટી લીડ મેળવી હતી. સોનુએ જાયન્ટ્સ માટે રેઇડ પોઇન્ટ લેવાનું ચાલુ રાખ્યું હતું અને 27મી મિનિટે તેની ટીમને 26-19ની સરસાઇ પર જાળવી રાખવામાં મદદ કરી હતી.

જાયન્ટ્સે 33મી મિનિટે ટાઇટન્સને મેટિંગ પર માત્ર એક જ ખેલાડી પર સમેટી લીધું હતું, જો કે, અવે ટીમના રોબિન ચૌધરીએ રેઈડ પાડીને તેની ટીમને સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ કરી હતી. થોડી જ ક્ષણો બાદ, સેહરાવતે એક રેઈડ પાડી અને તેની ટીમને જાયન્ટ્સના સ્કોરની 30-28ની નજીક લઈ જવામાં મદદ કરી. ગુજરાતના સૌરવ ગુલિયાએ રોબિન ચૌધરીનો સામનો કરીને તેની ટીમને 38મી મિનિટે વધુ એક વખત  ઓલઆઉટ કરવામાં મદદ કરી હતી. ઘરઆંગણાની ટીમે છેલ્લી કેટલીક મિનિટોમાં તેમની લીડ જાળવી રાખી હતી અને આખરે મેચ જીતવામાં સફળ રહી હતી.

રવિવારે PKL સીઝન 10ની મેચનો કાર્યક્રમ

ગેમ 1: તમિલ થલાઇવાસ વિરુદ્ધ દબંગ દિલ્હી કેસી – રાત્રે 8 વાગ્યે

ગેમ 2: ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ બેંગલુરુ બુલ્સ – રાત્રે 9 વાગ્યે

Total Visiters :231 Total: 987732

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *