ઇન્ડિયન ઓઇલે વિશ્વની નંબર 1 પેરા-આર્ચર શીતલ દેવીને તેની પ્રતિષ્ઠિત સ્પોર્ટિંગ યાદીમાં સામેલ કરી

Spread the love

નવી દિલ્હી,

અત્રે આયોજિત એક મહત્વના સમારંભમાં વિશ્વની પ્રથમ ક્રમની પેરા આર્ચર શીતલ દેવીનું ઇન્ડિયન ઓઇલ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઇન્ડિયન ઓઇલ સ્પોર્ટ્સ સમુદાયમાં જોડાનારી પ્રથમ પેરા-એથ્લેટ બની હતી. ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ પેરા-તિરંદાજી ક્ષેત્રે શીતલ દેવીની અભૂતપૂર્વ, પ્રશંસનીય અને સફળ યાત્રાને બિરદાવી તેમને કાર્યકાળ આધારિત કરાર પત્ર અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે પદ્મશ્રી ડો. ઉમા તુલી, સ્થાપક, અમર જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ, પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા દીપા મલિક અને ઇન્ડિયન ઓઇલના કાર્યકારી ડિરેક્ટર વી. સતીષ કુમાર, ડિરેક્ટર (માર્કેટિંગ), સુકલા મિસ્ત્રી, ડિરેક્ટર (રિફાઇનરીઝ), સુજોય ચૌધરી, ડિરેક્ટર (પીએન્ડબીડી), ડિરેક્ટર (આર એન્ડ ડી અને એચઆર) નો વધારાનો હવાલો સંભાળતા એન. સેન્થિલ કુમાર, ડિરેક્ટર (પાઇપલાઇન્સ) અને આઈઓસીના અન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ઇન્ડિયનઓઇલમાં શીતલનું સ્વાગત કરતા વૈદ્યએ જણાવ્યું હતું કે, “ઇન્ડિયન ઓઇલ હરહંમેશદેશમાં રમતગમતની પ્રતિભાઓને ટેકો આપવા અને વિશ્વ કક્ષાના ચેમ્પિયનોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. શીતલ દેવી ઇન્ડિયન ઓઇલના પ્રતિભાશાળી ખેલાડીઓની આકાશગંગામાં એક ઝળહળતો તારો બની રહેશે. શીતલની હિંમત, દૃઢતા અને વિશ્વની પ્રથમ હાથ વગરના તીરંદાજ તરીકેની તેમની સફરની પ્રશંસા કરતા, વૈદ્યએ તેમના સપનાને સાકાર કરવા અને રાષ્ટ્ર માટે વધુ નામના હાંસલ કરવા કંપની તરફથી તમામ પ્રકારના સમર્થનની ખાતરી આપી હતી.

ઈન્ડિયનઓઈલ પરિવારમાં સામેલ થવા અંગે અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરતાં શીતલ દેવીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેશલ ડે ઓફ પર્સન્સ વીથ ડિસએબિલિટી (આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન) પ્રસંગે મને આ પરિવારમાં સામેલ કરી અને નવી ઊંચાઈઓ સ્પર્શવા પ્રોત્સાહન આપવા બદલ હું ઈન્ડિયનઓઈલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શીતલે પોતાની સામેના પડકારો, માતાપિતા અને કોચના સમર્થન અને દેશ માટે સન્માન જીતવાના પોતાના દૃઢ સંકલ્પ અંગે જણાવ્યું હતું. અથાક પરિશ્રમ અને લગનથી દરેક કાર્ય શક્ય છે. જો હું કરી શકું, તો અન્ય કોઈ પણ તે કરી શકે છે, તેમ જણાવી તેણે ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુશ્રી શીતલ દેવીની સફળતા સુધીની સફર દૃઢ સંકલ્પ અને અસાધારણ ઉપલબ્ધિઓની સંઘર્ષ ગાથા છે. માત્ર 16 વર્ષની વયે તેમણે તાજેતરમાં જ એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કરી પેરા ગેમ્સના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એક ઉભરતી પ્રતિભાશાળી ખેલાડીથી શરૂ કરી વિશ્વની નંબર 1 પેરા તીરંદાજ બનવા સુધીની તેમની આ યાત્રા અભૂતપૂર્વ અને પ્રેરણાદાયી છે. 

સામાજિક પ્રત્યે જવાબદાર કંપની હોવાને નાતે ઈન્ડિયનઓઈલ રમતવીરોની ભરતી, ઉભરતાં પ્રતિભાશાળી ખેલાડીઓને સ્કોલરશિપ તથા મોટા સ્પોર્ટિંગ ઈવેન્ટ્સને સ્પોન્સર કરી રમતોને પ્રોત્સાહન પૂરું પાડે છે. સીએસઆર પહેલના માધ્યમથી કંપનીએ રમતજગત ક્ષેત્રે  આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી.

તેની સ્કોલરશિપ યોજનાના ભાગરૂપે ઈન્ડિયનઓઈલ 19 વર્ષથી ઓછી વય ધરાવતી યુવા પ્રતિભાઓને ઓળખી તેમને પ્રોત્સાહિત કરે છે અને સાથે સાથે તેઓ ભાવિ સ્પોર્ટસ્ટાર તરીકે વિકસે તે માટે તેમને જરૂરી સંસાધનો ઉપલબ્ધ બની રહે તે બાબત સુનિશ્ચિત કરે છે. શીતલ દેવીના ઈન્ડિયનઓઈલ પરિવારમાં આગમન એ અસાધારણ પ્રતિભાઓને ઓળખી તેમને શ્રેષ્ઠ બનાવવાની કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

Total Visiters :291 Total: 1045545

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *