ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં સ્પિનર્સે વધુ વિકેટ લીધી

Spread the love

ટી20માં ભારતના સ્પિનર રવી બિશ્નોઈએ નવ વિકેટ સાથે સૌથી વધુ અશ્વિનની વિકેટની બરોબરી કરી

નવી દિલ્હી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે ટી20આઈ સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવી સિરીઝને 4-1થી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાથી જીત છીનવી લીધી હતી. આ જીતનો હીરો ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રહ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં મેથ્યુ વેડ અને નેથન એલિસ સામે 10 રન ડિફેન્ડ કર્યા હતા. આ જીત સાથે કેટલાંક રેકોર્ડ પણ બન્યા હતા.

ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટી20આઈ રનની દ્રષ્ટિએ બીજા સૌથી ઓછા માર્જિનથી વિજય 

4 રન (ડીએલએસ)- ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 2018

6 રન – ભારત, બેંગલુરુ, 2023*

11 રન – ભારત, કેનબેરા, 2020

12 રન – ઓસ્ટ્રેલિયા, સિડની, 2020

15 રન – ભારત, ડરબન, 2007

ભારત સામે ટી20માં સૌથી વધુ રન

592 રન – નિકોલસ પૂરન

554 રન – ગ્લેન મેક્સવેલ

500 રન – એરોન ફિન્ચ

487 રન – મેથ્યુ વેડ

475 રન – જોસ બટલર

ટી20આઈમાં એક ટીમ સામે સૌથી વધુ જીત

20 મેચ – પાકિસ્તાન વિ. ન્યુઝીલેન્ડ

19 મેચ – ભારત વિ. ઓસ્ટ્રેલિયા

19 મેચ – ભારત વિ. શ્રીલંકા

19 મેચ – ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ

18 મેચ – ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન

ટી20આઈ દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ

9 – રવિચંદ્રન અશ્વિન વિ. શ્રીલંકા, 2016

9 – રવિ બિશ્નોઈ વિ. ઓસ્ટ્રેલિયા, 2023

ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટી20આઈ સિરીઝમાં સ્પિનરોએ ઝડપી સૌથી વધુ વિકેટ

ભારતીય સ્પિનર્સ- 15 વિકેટ

ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ- 6 વિકેટ

Total Visiters :305 Total: 1366686

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *