ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીમાં ઋતુરાજના સૌથી વધુ 223 રન

Spread the love

ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 218 અને વિરાટ કોહલીએ 192 રન બનાવ્યા છે

નવી દિલ્હી

ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ગઈકાલે સિરીઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 12 બોલમાં 10 રન બનાવ્યા હતા. ગાયકવાડે ભલે નાની ઇનિંગ રમી હતી પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ટી20આઈ દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દીધા છે.

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી20 સિરીઝમાં કુલ 223 રન બનાવ્યા હતા. જયારે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે ઓસ્ટ્રેલિયા સામે એક ટી20આઈ સિરીઝમાં કુલ 218 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે આ લીસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે. વિરાટ પછી 192 રન સાથે ડેવોન કોન્વે ચોથા નંબરે છે.

ઋતુરાજ ગાયકવાડે આ ઉપરાંત એક અન્ય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડ ભારત માટે દ્વિપક્ષીય ટી20આઈ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લીસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ લીસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ વર્ષ 2021માં ઇંગ્લેન્ડ સામે 231 રન બનાવ્યા હતા. જયારે કે.એલ રાહુલ બીજા નંબર પર છે. તેણે વર્ષ 2020માં ન્યુઝીલેન્ડ સામે 224 રન બનાવ્યા હતા.

Total Visiters :89 Total: 1045495

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *