ભૂતાનમાં પીડીપી પાર્ટીનો નેશનલ અસેમ્બલીની ચૂટણીના પ્રથમ રાઉન્ડમાં વિજય

Spread the love

ભૂતાનમાં 9 જાન્યુઆરીએ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે, ભુતાનમાં કુલ 47 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાય છે

થિમ્ફૂ

ભૂતાનમાં પીડીપી પાર્ટી નેશનલ અસેમ્બલીની ચુંટણીનો પ્રથમ રાઉન્ડ જીતી ચુકી છે. તેમજ પીડીપી પાર્ટીને ભારત સમર્થક પાર્ટી માનવામાં આવે છે. ભૂતાનની ચુંટણી પદ્ધતિ ભારત કરતા અલગ છે. જેમાં ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે, તેના આધારે, પ્રથમ રાઉન્ડમાં સૌથી મોટી પાર્ટી બનેલા બે પક્ષો છેલ્લા રાઉન્ડની ચૂંટણી લડે છે.

ભૂતાનમાં 9 જાન્યુઆરીએ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. ભુતાનમાં કુલ 47 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાય છે. ભૂતાનની ચૂંટણી ભારત માટે મહત્વની છે, કારણ કે ભારત-ચીન વિવાદ સીધો સંબંધ ત્યાંની આવનારી સરકારના ભારત પ્રત્યેના વલણ સાથે છે.

ત્યાંની પ્રાથમિક ચુંટણીમાં પાંચ પાર્ટીઓ સામેલ છે. એક પીડીપીને બાદ કરતા તમામ ચાર પાર્ટીઓને 20 ટકાથી ઓછા વોટ મળ્યા છે. પીડીપીને 42.5 ટકા વોટ મળ્યા છે. જયારે અન્ય પાર્ટી બીટીપીને 19.5 ટકા વોટ મળ્યા છે. જે પરથી તો છેલ્લા રાઉન્ડમાં પીડીપીની જીત થઇ થવાની પાકી લાગે છે. 

ગયા મહિને ભૂતાનના રાજા જિગ્મે નામગ્યેલ વાંગચુક ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત એવા સમયે આવી જ્યારે ભૂતાન અને ચીન વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે 25માં રાઉન્ડની વાતચીતનો કોઈ નિર્ણય આવ્યો જ હતો.  ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભારત અને ભૂતાન ચીન સાથેના વિવાદ પર વહેલી તકે સમજૂતી પર પહોંચી જશે.

ભૂતાન ભારત અને ચીન વચ્ચે આવેલો નાનો દેશ છે. તેની સરહદો બંને દેશો સાથે વહેંચાયેલી છે. ચીનનો બંને દેશો સાથે વિવાદ છે. આવી સ્થિતિમાં ભૂતાન માટે ભારતની તરફેણમાં હોવું જરૂરી છે. ભૂતાનને ભારતની તરફેણમાં રાખવાથી ભારતનો પક્ષ ભારે રહેશે, તેથી ભૂતાનની સામાન્ય ચૂંટણીમાં ભારત તરફી પીડીપી પાર્ટીની જીતથી ભારતને સરહદ વિવાદ ઉકેલવામાં મદદ મળે તેવી શક્યતા છે.

Total Visiters :50 Total: 1051423

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *