માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટતાં 11 પર્વતારોહકનાં મોત

Spread the love

રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા

નવી દિલ્હી

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતારોહકો જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ લાપતા છે. આ લાપતા પર્વતારોહકોની તલાશ કરવામાં આવી રહી છે.

પેડાંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રમુખ અબ્દુલ મલિકે જણાવ્યું કે, તેમને ત્રણ લોકો જીવિત મળી આવ્યા છે અને 11 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, શનિવારે ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઈ છે. જેના કારણે પર્વતારોહકો ગાયબ થઈ ગયા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પર્વત પર ચઢવાના બે રસ્તા જ્વાળામુખી વિસ્ફોટ વાળા સ્થાનથી નજીક છે જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જ્વાળામુખીના મુખથી 3 કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાની આશંકા છે.

હજુ પણ અનેક પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર લાપતા છે અને તેમની તલાશ કરવામાં આવી રહી છે. જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ 3000 મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે.

Total Visiters :91 Total: 1041385

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *