કલ્યાણ યોજનાઓ-હિંદુ અસ્મિતાએ ભાજપને વિજય અપાવ્યો

Spread the love

વિશ્લેષકો તેમ પણ કહે છે કે ‘હીન્દી હાર્ટલેન્ડ’ પર ભાજપનો પૂરો પ્રભાવ છે, બીજી તરફ તે જ વિસ્તારમાં કોંગ્રેસને લોસ, કોંગ્રેસને નિર્બળ બનાવી રહ્યો છે

નવીદિલ્હી

ભાજપની વિજયી ધાર હજી પણ ચાલુ રહેવા સંભવ છે તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, ભાજપની કલ્યાણ-યોજનાઓ તેમની હિન્દુ અસ્મિતાને લીધે ભાજપે ૨૦૨૨માં ઉ.પ્ર.માં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ રીતે જ તેણે રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢમાં વિજય કર્યો છે, અને આ શસ્ત્રોનો તે ભવિષ્યમાં પણ ઉપયોગ કરશે જ તે નિશ્ચિત લાગી રહ્યું છે. આ રીતે ભાજપ વિપક્ષીના કાયરતા ભર્યા હુમલાઓનો બરોબર વળતો જવાબ આપે છે અને આપશે, અને ભાજપનાં કેન્દ્રીકરણ સામે વિપક્ષો જ પરાસ્ત થઇ રહ્યા છે તેમ જ પરાસ્ત થતાં રહેશે.

આ સાથે વિશ્લેષકો તેમ પણ કહે છે કે ‘હીન્દી હાર્ટલેન્ડ’ પર ભાજપનો પૂરો પ્રભાવ છે. બીજી તરફ તે જ વિસ્તારમાં કોંગ્રેસને થયેલો લોસ, કોંગ્રેસને નિર્બળ બનાવી રહ્યો છે અને ભાજપ સામે ટક્કર લેવાને તે એકમાત્ર સખત પક્ષ છે તેવો કોંગ્રેસનો દાવો પણ નિર્બળ બન્યો છે.

આ શું સુચવે છે ? વાત સીધી અને સાદી છે. બહુમતિ હિન્દુઓ માને છે કે, ભાજપ કશું ખોટું કરી શકે તેમ નથી જ્યારે વિપક્ષો કશું સાચું કરી શકે તેમ નથી. બસ આ જ સંદેશો ભાજપના ત્રણ રાજ્યોના વિજયનો છે. જે લોકસભાની આગામી ચૂંટણીમાં પણ અસરકારક બની રહેશે.

તેલંગાણા ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના હાથમાંથી આંચકી શકી. તે એક માત્ર કોંગ્રેસ માટે રાહતફુલ છે પરંતુ તે ભુલવું ન જોઇએ કે બીઆરએસ એક પ્રાદેશિક પક્ષ છે. તે ભાજપ જેવો વ્યાપક પક્ષ નથી. આથી ભાજપ સામે ટક્કર લઇ શકનાર કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રવાદી પક્ષ છે તેવો કોંગ્રેસનો દાવો ટકી શકે તેમ નથી. તે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ નીચેની યુદ્ધ નૌકાની બરોબરી કરી શકે તેમ નથી.

કોંગ્રેસે ચૂંટણી પહેલા વચનોનો પ્રવાહ વહાવ્યો હતો. એક પછી એક કાર્યક્રમો, એક પછી એક વચનો આપવા શરૂ કર્યા પરંતુ તે સર્વે અવળો પડયો. આવા થોડા એક વચનો પાળવાની વાત પણ ચૂંટણી સમયે, કારગત નીવડી શકે નહીં તે કોંગ્રેસ ભૂલી ગઈ.

કોંગ્રેસે તો પોતે વિજયી જ થશે તેમ માનીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારો પણ જાહેર કરી દીધા. ભૂપેશ બધેલ લોકપ્રિય છે તેમ માની જ લેવાયું જ્યારે મધ્યપ્રદેશમાં કમલનાથ ઘણા લોકપ્રિય છે તેમ પણ માની લેવામાં આવ્યું. આ સામે ભાજપે નવો જ દાવ ખેલ્યો. તેણે મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારોનાં નામ જ જણાવ્યા નહીં, આમ તે ભાજપ માટે કાર્યસાધક નિવડયું. કોંગ્રેસના પગલાં તેને માટે જ અવળા પડયા.

આ સંયોગોમા તેલંગાણા કોંગ્રેસ માટે એકમાત્ર રાહત છે ત્યાં તેલુગુ દેશમ પાર્ટીમાંથી જુદા પડેલા રેવાનાથ રેડ્ડી માટે જગ્યા છે. 

Total Visiters :86 Total: 986890

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *