મનીન્દર સિંહના સુપર 10ના સહારે બંગાળ વોરિયર્સે રોમાંચક વિજય મેળવ્યો

Spread the love

અમદાવાદ

સમગ્ર મેચ દરમિયાન બંગાળ વોરિયર્સનો દબદબો રહ્યો પરંતુ બેંગલુરૂ બુલ્સે અંતિમ મિનિટોમાં જોરદાર લડત આપીને મેચને રસાકસીવાળી બનાવી દીધી હતી. જોકે, ટ્રાન્સસ્ટેડિયાના એકા એરેના ખાતે અંતે વોરિયર્સે 32-30ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. મનીન્દર સિંહના સિઝનમાં પ્રથમ વખત 11 પોઈન્ટે વોરિયર્સના વિજયમાં મુક્ય ભૂમિકા નિભાવી.

મનીન્દરે આજે સાંજે તેની પ્રથમ રેઈડમાં ટચપોઈન્ટ સાથે બોનસ પોઈન્ટ મેળવીને બંગાળને સરસાઈ અપાવી. તેએ એક રાઈડર તરીકેની તેની શક્તિનો પરચો આપ્યો.

બીજી બાજુ ભરતે તેની પ્રથમ જ રેઈડમાં સારું ટેકલ કરતા રમતને રસપ્રદ બનાવી હતી.. આના લીધે બેંગલુરૂ બુલ્સ રમતમાં આવ્યા અને આદિત્ય શિંદેની ડૂ ઓર ડાય રેઈડથી તેઓએ તેમની સ્થિતિ સુધારી હતી.

વોરિયર્સે નિયમિત અંતરાલમાં બુલ્સને ટક્કર આપવાનું ચાલું રાખ્યું પરતુ નિરજ નારવાલની સુપર રેઈડે બાજીને રોમાંચક બનાવી દીધી અને હાફ ટાઈમે સ્કોર 14-11નો રહ્યો હતો.

બીજા હાફમાં વોરિયર્સે શરૂઆતની મિનિટોમાં જ તેમની સરસાઈ વધારી લીધી હતી. મનીન્દર સિંહેના ઓલઆઉટ પ્રયાસથી મળેલા આઠ પોઈન્ટનથી સ્કોર 23-15 થઈ ગયો હતો.

જોકે, બેંગલુરૂએ ધીરે ધીરે તેમની રમતને મજબૂત બનાવી અને રમત પૂરી થવાની છ મિનિટ બાકી હતી ત્યારે ઓલ આઉટ સાથે તેમણે અંતર ઘટાડીને બે પોઈન્ટનું કર્યું હતું. મેચની ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ટીમે 28 પોઈન્ટ કરી લીધા હતા.

મેચની છેલ્લી મિનિટમાં વિશ્વાની રેઈડ અને દર્પણના ટેકલે વોરિયર્સને વિજય અપાવ્યો હતો.

પીકેએલની મંગળવારની મેચનો કાર્યક્રમઃ

મેચ-1- ગુજરાત જાયન્ટસ વિ. યુ મુમ્બા- રાત્રે 8 વાગે

Total Visiters :158 Total: 1010595

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *