રિઝર્વ બેન્ક 2024-25ના બીજી ક્વાર્ટર પહેલા રેપો રેટ નહીં બદલે

Spread the love

2023-24માં મોંઘવારી દર 5%થી નીચે આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે

નવી દિલ્હી

ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશે કે રેપો રેટ અંગે આરબીઆઈ ગવર્નર શું નિર્ણય લે છે. ત્યારે આ વચ્ચે જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આરબીઆઈ 2024-25ના બીજા ક્વાર્ટર પહેલા પોતાના બેન્ચમાર્ક રેપો રેટમાં કોઈ ઘટાડો નહીં કરશે જે હાલમાં 6.5% પર છે.

એસબીઆઈના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 8 ડિસેમ્બર 2023ના રોજ આરબીઆઈ રેપો રેટમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 6.50% પર રેપો રેટ સ્થિર બની રહેશે અને જૂન 2024 પહેલા તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2023-24માં મોંઘવારી દર 5%થી નીચે આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં આરબીઆઈ પોતાના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નહીં કરશે.

મે 2022 બાદ 6 એમપીસી બેઠકોમાં આરબીઆઈએ રિટેલ ફુગાવાના દરમાં ઉછાળા બાદ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં વધારો કરી દીધો. રેપો રેટ 4% વધારીને 6.50% કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હોમ લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. તો બીજી તરફ જૂના ગ્રાહકોની ઈએમઆઈ મોંઘી થઈ ગઈ છે.

નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં ચાર એમપીસી બેઠકોમાં પોલિસી રેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. બીજી તરફ ખાદ્યપદાર્થો અને ગેસના ભાવમાં ઘટાડાને કારણે ઓક્ટોબર 2023માં કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ ઘટીને 4.87% પર આવી ગયો છે જે જુલાઈમાં 15 મહિનાના હાઈ 7.44% પર પહોંચ્યો હતો. આરબીઆઈએ 2023-24માં 5.4% રિટેલ ફુગાવાનો દર 5.4% રહેવાની આગાહી કરી છે. જેમાં ત્રીજા ક્વાર્ટરમાં 5.6% અને જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટર દરમિયાન 5.2% રહેવાની ધારણા છે.

Total Visiters :185 Total: 1384507

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *