પાકિસ્તાનની ટીમના કોચ બનવા સામે કોઈ વાંધો નથીઃ અજય જાડેજા

Spread the love

મેં અફઘાન ટીમ સાથે મારો અનુભવ શેર કર્યો અને હું માનું છું કે પાકિસ્તાન પણ એક સમયે અફઘાનિસ્તાન જેવું હતુઃ જાડેજા


નવી દિલ્હી
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું વનડે વર્લ્ડ કપ2023માં પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજમાં જ બહાર થઇ પોતાના વતન પરત ફરી ગઈ હતી. પાકિસ્તાન પહોંચતા જ બાબર આઝમે કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું હતું. તે પછી પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ હતી. મેનેજમેન્ટથી લઈને કોચિંગ સ્ટાફ સુધી તમામ લોકોને બદલવામાં આવ્યા હતા. હાલ પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન એક પૂર્વ ભારતીય ખેલાડીએ પાકિસ્તાનના કોચ બનવા અંગે મોટી વાત કહી દીધી છે.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું હતું કે તેમને પાકિસ્તાનના કોચ બનવા સામે કોઈ વાંધો નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પાકિસ્તાન ક્રિકેટના કોચની ભૂમિકા નિભાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું, ‘હું તૈયાર છું.’ તેમણે આગળ કહ્યું, ‘મેં અફઘાન ટીમ સાથે મારો અનુભવ શેર કર્યો અને હું માનું છું કે પાકિસ્તાન પણ એક સમયે અફઘાનિસ્તાન જેવું હતું.’
અજય જાડેજાએ વનડે વર્લ્ડ કપ2023માં અફઘાનિસ્તાનના શાનદાર પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ મેંટોર તરીકે ટીમ સાથે જોડાયા હતા. અફઘાનિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ2023માં 4 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર છટ્ઠા સ્થાને રહી હતી. આ સાથે જ અફઘાનિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વાલિફાઈ કર્યું હતું. આ પ્રથમ વખત છે જયારે અફઘાનિસ્તાનની ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ જોનાથન ટ્રોટ અને ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ અજય જાડેજાની વનડે વર્લ્ડ કપ2023માં અફઘાનિસ્તાનના પ્રદર્શનમાં મોટી ભૂમિકા માટે પ્રશંસા કરી હતી. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને 17 જાન્યુઆરી સુધી ચાલશે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં, બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.

Total Visiters :104 Total: 1041163

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *